Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લગ્નના વરઘોડામાં તાનમાં આવેલા વરરાજાએ ફાયરિંગ કર્યું, પિતાએ પણ જેલમાં જવાનો વારો આવ્યો

લગ્નના વરઘોડામાં તાનમાં આવેલા વરરાજાએ ફાયરિંગ કર્યું, પિતાએ પણ જેલમાં જવાનો વારો આવ્યો

0
352

અમદાવાદ: ઓઢવ સ્મશાન રોડ પર હરેકૃષ્ણા સોસાયટીમાં મંગળવારે રાત્રે લગ્નના વરઘોડામાં તાનમાં આવેલા વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું ને પોતાની સાથે પિતાને પણ જેલમાં લઈ ગયા હતા. વરરાજાના આ કૃત્યનો વીડિયો વાયરલ થતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી પિતા-પુત્રને નજરકેદ કર્યા છે.fired at the bridegroom

ઓઢવ પોલીસને મળેલા ફાયરિંગના વીડિયો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ગત તા.9મીના રોજ સ્મશાન રોડ પરની હરેકૃષ્ણા સોસાયટીમાં રહેતાં BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ સુમનસિંહ શંકરસિંહ રાજપૂતના પુત્ર શીવાના લગ્ન હતા. લગ્નના વરઘોડામાં તાનમાં આવેલા શીવાએ પિતા સુમનસિંહની લાઈસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: નિવૃત DySP તરુણ બારોટે સાદિક જમાલ કેસમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી fired at the bridegroom

બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ કે.આર.પરમારએ પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શીવા રાજપૂત અને તેના પિતા સુમનસિંહને પોલીસે અટક કરી કોવિડ રિપોર્ટ ના આવે ત્યાં સુધી નજરકેદ રાખ્યા છે.

ઓઢવ પીઆઈ આર.જી જાડેજાએ જણાવ્યું હતું કે, લગ્નમાં ફાયરિંગ કરનાર શીવા અને તેના પિતાને અટક કર્યા છે. શીવાના પિતા સુમનસિંહ બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાલ તેઓ નિવૃત્ત છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9