Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સરકારી કચેરીમાં જ ફાયર સેફટી માત્ર નામની

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સરકારી કચેરીમાં જ ફાયર સેફટી માત્ર નામની

0
375

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયું છે.રોજે રોજ અહીંયા દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે,તો સ્વાભાવિક છે કે આ વિસ્તારની સરકાર હસ્તકના કોઈ પણ સાહસમાં ઉણપ ન હોવી જ જોઈએ.પણ આ વર્ષે પડેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી હતી,ગરૂડેશ્વરની નવીનતમ મામલતદાર કચેરીની દીવાલ ધરાસાઈ થઈ ગઈ હતી.એ બાદ બીજી એક ગંભીર બાબત બહાર આવી છે.

રાજપીપળા મુખ્ય મથકે ઓક્ટોમ્બર 2017 માં નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લગભગ 2.89 કરોડના ખર્ચે નવી બની હતી,પરંતુ લોકાર્પણ બાદ એ પડી રહી હતી હવે લોકાર્પણ થયા બાદ એ કચેરીના મકાનને કાર્યરત થયે માત્ર 6 મહિના જેટલો જ સમયગાળો થયો છે છતાં અનેક સમસ્યાઓ બહાર આવી છે.એ કચેરીની બિલ્ડીંગ માંજ ફાયર સેફટી માત્ર શોભાના ગાંઠિયા જેવી જોવા મળી હતી.કચેરીના દરેક માળ ઉપર લાગેલા ફાયરના બોટલો પર મારેલી તારીખ ફેબ્રુઆરી 2017ની જણાય છે,જાણવા મળ્યા મુજબ આ બોટલો એક વર્ષ બાદ રીફીલ કરાવવાના હોય છે.નહીં તો ઇમર્જન્સી આગની ઘટના સમયે આ બોટલ કોઈ જ કામમાં ન આવે તેમ છતાં આવા એક્સપાયર ડેટના બોટલો દરેક માળ પર લટકતા જણાય છે.ત્યારે જો મામલતદાર કચેરી માંજ આવી લાલીયાવાડી હોય તો અન્ય કચેરીઓ કે ખાનગી સંસ્થાઓમાં વહીવટી તંત્ર શું ચકાસણી કરતું હશે…?! એ મોટો સવાલ છે.


ફાયરની લાલીયાવાડી બાદ આ કચેરીમાં અઠવાડિયાથી લિફ્ટ પણ બંધ છે.મંગળવારે રાજપીપળાની એક વિધવા અને વિકલાંગ મહિલા સહી કરાવવા ત્યાં આવી ત્યારે પગે અપંગ હોવા છતાં બંધ લિફ્ટના કારણે તેને દાદર ચઢવા પડ્યા હતા.આ બિલ્ડિંગના શૌચાલયો તેમજ વોશ બેઝીનમાં પણ ગુટકાની લાલ પિચકારીઓ સાથે અતિશય ગંદકી પણ જોવા મળી હતી.કરોડોના ખર્ચે બનેલી આ કચેરીમાં ફાયર,સફાઈ,લિફ્ટ સહિતની અનેક તકલીફો હોવા છતાં અધિકારીઓ કેમ ધ્યાન નથી આપતા ….? જિલ્લા કલેક્ટર આ બાબતે કડક પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.

ફાયરના બોટલો રીફીલ કરાવવાના છે,લિફ્ટ મેન્ટેનન્સમાં છે:વિરલ વસાવા(ઇન્ચાર્જ મામલતદાર,નાંદોદ)

હાલ નાંદોદ મામલતદારનો ચાર્જ સાંભળતા વિરલ વસાવાએ આ તકલીફો બાબતે લૂલો બચાવ કરી જણાવ્યું હતું કે લિફ્ટ હાલ મેન્ટેનન્સમાં છે અને શૌચાલયોની ગંદકીમાં પાણીની પાઇપ તૂટી ગઇ છે.જયારે ફાયર સેફટીના બોટલો એક્સપાયર ડેટના લાગેલા હોવા બાબતે તેમને કબલ્યું કે હા એ રીફીલ કરાવવાના છે એનું ઇંસ્પેક્સન બાકી છે કરાવી લઈશુ.

નર્મદા DDOના કાર્યને એશિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન