Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ACBએ GSTના આસિસ્ટન્ટ કમિશ્નર વિરુદ્ધ સત્તાના દુરુપયોગનો ગુનો દાખલ કર્યો

ACBએ GSTના આસિસ્ટન્ટ કમિશ્નર વિરુદ્ધ સત્તાના દુરુપયોગનો ગુનો દાખલ કર્યો

0
43

અમદાવાદ: GSTના આસિસ્ટન્ટ કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તાના દુરુપયોગનો ગુનો દાખલ કર્યો છે. અગાઉ મીણાએ સુરતના અડાજણ ખાતે વિમલ હેકઝાગોનની સાઈટ ઓફિસમાં કરી હતી રેડ હતી. જેમાં વેપારી પાસેથી ત્રણ ફ્લેટ સહિત ફોરચુનર કાર પડાવી લીધી હતી. હાલ એસીબીએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જીએસટી રેન્જ 2 ના આસિસ્ટન્ટ કમિશ્નર ગોપાલસિંહ મેઘરામસિંહ મીણાએ અડાજણ સુરત વિમલ હેક્ઝાગોનની સાઇટ ઓફિસમાં સર્વિસ ટેક્સની રેડ પાડી તેમાંથી અરજદારના ત્રણ પેઢીઓના અગત્યના દસ્તાવેજ કબ્જે કર્યા હતા. આ પ્રોજેકટ અને ઓફિસ સીલ નહી કરવા અને તાત્કાલિક કાર્યવાહી ન કરવા માટે તેમને 3 ફ્લેટના દસ્તાવેજ કરાવ્યા હતા તથા એક ફોર્ચ્યુનર કાર પડાવી લીધી હતી.

આ પણ વાંચો:  અમદાવાદ: ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં કુલ 545 દર્દીઓ દાખલ, 92 ICUમાં સારવાર હેઠળ

આ અંગે એસીબીમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત અડાજણ ટીપી. 32 પ્લોટ નંબર 107 માં ફ્લેટ સી 503 તથા વિશાલનગર ખાતે ફ્લેટ 9 અને 12 પોતાના સગા સબંધીના નામે દસ્તાવેજ કરાવી લીધા હતા. વધુમાં અરજદારની ફોર્ચ્યુનર કાર પોતે અને પરિવાર ઉપયોગ કરતા હતા. આ અંગે એસીબીએ સત્તાનો દુરુપયોગ તથા અનુચિત લાભ અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat