Gujarat Exclusive > રાજનીતિ > વિવાદિત નિવેદન બાદ AIMIM નેતા વારિસ પઠાણ વિરૂદ્ધ FIR દાખલ

વિવાદિત નિવેદન બાદ AIMIM નેતા વારિસ પઠાણ વિરૂદ્ધ FIR દાખલ

0
588

મુંબઈ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) નેતા વારિસ પઠાણ વિરૂદ્ધ કર્ણાટકના કાલાબુર્ગી પોલીસે FIR દાખલ કરી છે. વારિસ પઠાણે વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે, અમારા 15 કરોડ જ 100 કરોડ લોકો ઉપર ભારે પડશે. નાગરિક્તા સંશોધન એક્ટ વિરૂદ્ધ કર્ણાટકના ગુલબર્ગામાં જનસભા સંબોધવા દરમિયાન વારિસ પઠાણે આવું વિવાદિત નિવેદન આપ્યું હતું.

વારિસ પઠાણ વિરૂદ્ધ IPCની કલમ 117, 153 (હિંસા ફેલાવવી અને ભડકાવવી) અને 153-એ (બે જૂથો વચ્ચે નફરત ફેલાવવી) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, 19 ફેબ્રુઆરીએ CAA વિરૂદ્ધ એક રેલીમાં વારિસ પઠાણે જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે આપણે એકજૂટ થઈ જઈએ અને આઝાદી લઈ લઈએ. યાદ રાખો આપણે 15 કરોડ લોકો જ 100 કરોડ ઉપર ભારે પડી શકીએ છીએ. તેમના આ નિવેદન બદલ ચોતરફ તેમની ટીકા થઈ રહી છે. જે બાદ AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તેમના પર એક્શન લેતા વારિસ પઠાણને મીડિયા સાથે વાત કરવા પર રોક લગાવી દીધી છે.

કોણ છે વિવાદોમાં ઘેરાયેલા વારિસ પઠાણ?
રાજનીતિમાં મોડા આવનારા 53 વર્ષના વારિસ પઠાણ એક જમાનામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના વકીલ પણ રહી ચૂક્યા છે. વર્ષે 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ તેમને છેલ્લી ઘડીએ ટિકિટ આપી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાયખલ્લા બેઠક પરથી તેમને જીત મળી હતી. આ જીત બાદ પઠાનના સમર્થકો તેમને ‘શેર-એ-મહારાષ્ટ્ર‘ના નામે બોલાવા લાગ્યા.

ધારાસભ્ય રહેવા દરમિયાન વારિસ પઠાણની સંપત્તિમાં વધારો થયો છે. વર્ષ 2014માં ચૂંટણી લડવા સમયે પઠાણના સોગંધનામામાં 3.06 કરોડની સંપત્તિ દર્શાવાઈ હતી. જો કે ગત વિધાનસભા ચૂંટણીમાં તેમની સંપત્તિ 15.8 કરોડ રુપિયા દર્શાવાઈ છે. એટલે કે, 416 ટકાનો વધારો. મહારાષ્ટ્રમાં કોઈ પણ ધારાસભ્યની સંપત્તિ 5 વર્ષોમાં આટલી નથી વધી.

વર્ષ 2016માં વારિસ પઠાણે મહારાષ્ટ્ર વિધાનસભામાં “ભારત માતા કી જય” બોલવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે તેમને બજેટ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં વારિસને ઓવૈસીએ પાર્ટીના પ્રવક્તા તરીકે નિયુક્તી આપી હતી.

PM મોદી સાથે ધાર્મિક સ્વતંત્રતા પર વાત કરશે ટ્રમ્પ, CAA-NRC પર પણ વ્યક્ત કરી ચિંતા