Gujarat Exclusive > યુથ > મનોરંજન > તારક મહેતા……ફેમ બબીતા ભાભીની મુશ્કેલીમાં વધારો, મુંબઇમાં પણ FIR

તારક મહેતા……ફેમ બબીતા ભાભીની મુશ્કેલીમાં વધારો, મુંબઇમાં પણ FIR

0
112

ફેન્સ સાથે વીડિયોમાં મુનમુન દત્તાએ જાતિવાદી વાંધાજનક શબ્દો કહ્યા, માફી પણ માગી છતા…….

મુંબઇઃ લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ભાભી ઉર્ફે એકટ્રેસ મુનમુન દત્તા (FIR against Munmun in Mumbai )ની મુશ્કેલીમાં શનિવારે વધારો થઇ ગયો. તેની સામે મુંબઇ પોલીસમાં પણ FIR નોંધવામાં આવી છે. મુનમુન સામે પહેલેથી જ ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણામાં એક વીડિયોમાં વાંધાજનક જાતિવાદી ટિપ્પણી કરવા બદલ કેસ દાખલ છે. જો કે તેણે માફી માગી લીધી છે. છતાં હવે મુંબઇમાં પણ તેની સામે કેસ નોંધાયો.

વિવાદિત વીડિયોમાં શું છે

બબીતા ભાભી ઉર્ફે મુનમુન દત્તાની વિવાદિત વીડિયોમાં તે પોતા ફેન્સ સાથે વાતચીત કરી રહી છે. દરમિયાનમાં તે જણાવે છે કે તેણે મેકઅપ કર્યું છે અને હવે તે યુટ્યૂબ પર આવનારી છે,. ત્યારે જ તેના વાંધાજનક શબ્દો બોલાઇ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુનમુનને યુઝર્સે ટ્રોલ કરવા માંડ્યા હતા. તેની સામે SC/ST એક્ટ હેઠળ કાર્યવાહીની કરવાની માગ સાથે ઠેર ઠેર કેસ થવા લાગ્યા જો કે વિવાદ વધતા તેણે માફી પણ માગી હતી.

 આ પણ વાંચોઃ કચ્છ: બર્થ ડે પાર્ટીમાં કોવિડ ગાઈડલાઈન્સના ઉડ્યા ધજાગરા, 5 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

માફીનામામાં શુ લખ્યું

મુનમુન દત્તાએ માફી માગતા લખ્યું કે

“હું આ પોસ્ટ મારા વીડિયોના સંદર્ભમાં લખી રહી છું. જ્યાં મારાથી એક ખોટા શબ્દનો પ્રયોગ થઇ ગયો. મારો કોઇનું અપમાન કરવા કે કોઇની લાગણી દુભાવવાનો ઉદ્દેશ્ય નહતો. મને ખરેખર આ શબ્દ અંગે જાણકારી નહતી. જેવી મને તે અંગે ખબર પડી મેં મારુ નિવેદન પાછું લઇ લીધું, હું સંપૂર્ણ જવાબદારી સાથે દરેક એ શખસની માફી માગું છું, જેની જાણે અજાણે લાગણી દુભાઇ હોય. હું ખરેખર દિલગીર છું.” FIR against Munmun in Mumbai 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat