Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભૂજ: યુવતીઓના કપડા ઉતારવા મામલે પ્રિન્સિપાલ, હોસ્ટેલ વોર્ડન સહિત 4 સામે FIR

ભૂજ: યુવતીઓના કપડા ઉતારવા મામલે પ્રિન્સિપાલ, હોસ્ટેલ વોર્ડન સહિત 4 સામે FIR

0
424

ભૂજમાં યુવતીઓના કપડા ઉતારવા મામલે વિવાદ થયો છે. આ મામલે કાર્યવાહી કરતા 4 લોકો પર FIR દાખલ કરવામાં આવી છે. ભૂજમાં આ ઘટનાને લઇને કોલેજના પ્રિન્સિપાલ, હોસ્ટેલ વોર્ડન સિવાય હોસ્ટેલની 2 મહિલા આસિસ્ટન્ટ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતના ભૂજ જિલ્લામાં શ્રી સહજાનંદ ગર્લ્સ ઇંસ્ટીટ્યૂટમાં આ ચોકાવનારી ઘટના સામે આવી છે. આ સમાચાર એક સ્થાનીક મીડિયામાં પ્રકાશિત થયા બાદ સામે આવ્યા હતા. આ મીડિયા સંસ્થાના રિપોર્ટ અનુસાર યુવતીઓને કોલેજમાં પીરિયડ્સ દરમિયાન કોઇ પણ અન્ય વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીઓ સાથે હાથ મીલાવવા અથવા ગળે મળવાની પરવાનગી નથી.

યુવતીઓના કપડા ઉતારવા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ હસ્તક્ષેપ કર્યો છે. NCWએ આ ઘટનાને પરેશાન કરનારી જણાવી છે. આમામલે તપાસ સમિતીની રચના કરી છે જે હોસ્ટેલની મુલાકાત લેશે. સાથે જ યુવતીઓને આવી ઘટનાઓ પર આગળ આવવા અને બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, કોલેજના પ્રિન્સિપાલે 68 યુવતીઓના કપડા ઉતારાવી આ વાતની તપાસ કરાવી કે તે માસિક ધર્મ (પીરિયડ્સ)માંથી પસાર થઇ રહી છે કે નથી થઇ રહી. સાથે જ એવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યુ છે કે પાસ આવેલા મંદિરમાં પીરિયડ્સની યુવતીઓ ના જાય.

નર્મદા ભાજપના હોદ્દેદારની ગંભીર આક્ષેપો સાથેની ઓડિયો કલીપ વાયરલ, મચ્યો ખળભળાટ