Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્ર સહિત 15 અજાણ્યા લોકો સામે FIR

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્ર સહિત 15 અજાણ્યા લોકો સામે FIR

0
79

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રીના પુત્રની જીપ ખેડૂતો પર ચઢાવવાના કેસમાં મંત્રી અજય મિશ્રના પુત્ર આશીષ મિશ્રા સહિત 15-20 અજ્ઞાત લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસ હત્યા, ગુનાહિત કાવતરું અને અન્ય ગંભીર કલમોમાં નોંધવામાં આવ્યો છે.

ખેડૂતોની ફરિયાદમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રનું નામ પણ હતું, પરંતુ એફઆઈઆરમાં મંત્રીનું નામ નથી.

પોલીસે કલમ 147,148,149,279,338,304A, 302 અને 120B હેઠળ FIR નોંધી છે. જગજીત સિંહે ખેડૂતો વતી ફરિયાદ નોંધાવી છે.

સરકારના આદેશ પર લખીમપુર ખીરી જિલ્લા સહિત તેની નજીકના પીલીભીત, બહરાઈચ, સીતાપુર અને શાહજહાંપુરની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર અને તેમનો પુત્ર આશિષ બુધવારે રાત્રે તેમના વતન બનવીરપુર ગામે પહોંચ્યા છે.

એવી અટકળો છે કે મંત્રીનો પુત્ર આશિષ આત્મસમર્પણ કરી શકે છે, પરંતુ મંત્રી કે પોલીસે તેની સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી.

તો બીજી બાજુ રાહુલ ગાંધીએ પણ બે લોકો સાથે લખીમપુર જવાની જાહેરાત કરી છે, જ્યારે પ્રિયંકા ગાંધી હજુ સીતાપુર પીએસી ગેસ્ટહાઉસમાં નજરકેદમાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat