Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > નાણા મંત્રાલયની સલાહ, ‘સહાય આપવા કરતાં બંધ કરો BSNL અને MTNL’

નાણા મંત્રાલયની સલાહ, ‘સહાય આપવા કરતાં બંધ કરો BSNL અને MTNL’

0
245

સરકાર નુક્સાનીમાં ચાલી રહેલી સરકારી ટેલિકૉમ કંપની BSNL અને MTNLને વેચવાના પક્ષમાં છે. જણાવી દઈએ કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકૉમ્યૂનિકેશન (DoT)એ BSNL અને MTNLને ફરીથી બેઠી કરવા માટે 74,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેના પર નાણામંત્રાલયે આ પ્રસ્તાવને ફગાવી દેતા બન્ને PSUને બંધ કરવાની સલાહ આપી છે.

સુત્રો અનુસાર, બન્ને કંપનીઓને બંધ કરવાની સ્થિતિમાં 95,000 કરોડ રુપિયાનો ખર્ચ આવવાનો અંદાજો છે. આ ખર્ચ BSNL અને MTNLના 1.65 લાખ કર્મચારીઓને આકર્ષક રિટાયરમેન્ટ પ્લાન આપવા અને કંપનીનું દેવું ઘટાડવાની સ્થિતિમાં આવશે જો કે હવે થઈ શકે છે કે, BSNL અને MTNLના કર્મચારીઓને આકર્ષક રિટાયરમેન્ટ પ્લાન આપવાની જરૂરત નહીં પડે.

જણાવી દઈએ કે, બન્ને સરકારી કંપનીઓમાં કર્મચારીઓના ત્રણ પ્રકાર છે. એક પ્રકારના કર્મચારીઓ એ છે, જે કંપની દ્વારા સીધી રીતે નિમણૂંક કરવામાં આવ્યા છે. બીજા પ્રકારના કર્મચારીઓ એ છે કે, બીજી PSU કંપનીઓ અથવા વિભાગોમાંથી BSNL અને MTNLમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા પ્રકારના કર્મચારીઓ ઈન્ડિયન ટેલિકૉમ્યુનિકેશન સર્વિસના અધિકારી છે.

હવે જો કંપનીઓને બંધ કરવામાં આવે છે, તો ITS અધિકારીઓને અન્ય સરકારી કંપનીઓમાં ટ્રાન્સફર આપવામાં આવી શકે છે. જ્યારે જે કર્મચારીઓ BSNL અને MTNL દ્વારા સીધી રીતે નિમણૂંક કરવામાં આવ્યા છે, જે જુનિયર લેવલના છે અને જેમનો પગાર પણ વધારે નથી અને તે સમગ્ર સ્ટાફના માત્ર 10 ટકા છે. એવામાં માનવામા આવી રહ્યું છે કે, સરકાર આવા કર્મચારીઓને ફરજિયાત નિવૃતિ આપી શકે છે,. જેમાં કેટલોક ખર્ચો જરૂર આવશે.

જાણવા મળી રહ્યું છે કે, BSNL અને MTNLને બંધ કરવાની યોજના એટલા માટે બનાવવામાં આવી છે કે, હાલ ટેલિકૉમ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા આર્થિક સંકટના સમયમાં કોઈ પણ કંપની કદાચ જ સરકારી કંપનીઓમાં રોકાણ કરવાનો વિચાર કરે.

ફરીથી ભારતીય સરહદમાં ઘૂસ્યુ પાકિસ્તાની ડ્રોન, BSF એલર્ટ