Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બજેટ નહીં ખાતાવાહી, સૂટકેસની જગ્યાએ લાલ કાપડ, તૂટી 159 વર્ષની પરંપરા

બજેટ નહીં ખાતાવાહી, સૂટકેસની જગ્યાએ લાલ કાપડ, તૂટી 159 વર્ષની પરંપરા

0
706

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે જ્યારે બજેટની કોપી લઈને નિકળ્યા તો તેમના હાથમાં લાલ સૂટકેસની જગ્યાએ બજેટની કોપી લાલ રંગના કાપડમાં લપેટેલ નજરે પડ્યો હતો. બજેટની કોપી હંમેશા સૂટકેસમાં લઈ જવાની પરંપરા રહી છે, પરંતુ નિર્મલા સીતારમણે આ પરંપરા પર પૂર્ણ વિરામ લગાવતા બજેટની કોપી લાલ રંગના કપડામાં રાખી. નિર્મલાના હાથમાં બ્રીફકેસની જગ્યાએ લાલ રંગનું અશોક સ્તંભ ચિન્હવાળું એક પેકેટ હતું.

લાલ રંગના કપડામાં બજેટની કોપી રાખવા પર ચીફ ઈકનોમિક એડવાઈઝર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, આ ભારતની પરંપરા છે. આ આપણા માટે પશ્ચિમી વિચારોની ગુલામીથી નિકળવાનું પ્રતીક છે. આ કોઈ બજેટની પણ પરંતુ તે જૂની દેશની ખાતાવહી છે.

તૂટી 159 વર્ષની પરંપરા

આપણે વર્ષોથી દેશના નાણામંત્રીને દરેક વર્ષે બજેટની કોપી લાલ રંગના સૂટકેસમાં લઈ જતા જોઈએ છીએ. નાણામંત્રી બજેટ રજૂ કરવાથી પહેલા સૂટકેસ સાથે તસવીર પણ ખેંચાવે છે. આ પરંપરા 159 વર્ષ જૂની છે.

એવું કહેવામાં આવે છે કે, સન 1860માં બ્રિટનના ‘ચાન્સેલર ઓફ ધ એક્સચેકર’ ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન ફાઈનાન્સિયલ પેપર્સના એક બંડલને લેધરની એક બેગમાં લઈને આવ્યા હતા, ત્યારથી બજેટ રજૂ કરવા માટે બજેટની કોપી સૂટકેસમાં લઈ જવાની પરંપરા શરૂ થઈ. યૂનાઈટેડ કિંગડમના નાણામંત્રી લાલ રંગની સૂટકેસમાં જ બજેટની કોપી લઈને જાય છે.