ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPએ પોતાના ઉમેદવારોની છેલ્લી અને 17મી યાદી જાહેર કરી દીધી છે. આ સાથે પાર્ટીએ ગુજરાતની 182 બેઠકો પર પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. 17મી યાદીમાં આજે આપ પાર્ટીએ છેલ્લી 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમાં ભાજપના મંત્રી ઋષિકેશ પટેલની બેઠક વિસનગરમાં સામે આપ પાર્ટીએ જ્યંતિલાલ પટેલને ઉતારી પાટીદાર vs પાટીદારની રણનીતિ અપનાવી છે.
Advertisement
Advertisement
આ 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા
1. ખેરાલુ – દિનેશ ઠાકોર
2. વિસનગર – જ્યંતિલાલ પટેલ
3. માણસા – ભાસ્કર પટેલ
4. પાદરા – સંદિપસિંઘ રાજ
Advertisement