Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ભરાયા પાણી, લોકોને રેસક્યુ કરી કાઢ્યા બહાર

નર્મદા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ભરાયા પાણી, લોકોને રેસક્યુ કરી કાઢ્યા બહાર

0
375

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે હેરણ નદીમાં પુર આવવાથી મોટી તારાજી સર્જાઈ છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાની વચ્ચે આવેલી હેરણ નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવી જતા એ પાણી મોડી રાત્રે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા તિલકવાડા તાલુકાના છેવાડાના ગામમાં આવી ગયું હતું.

એ ગામમાં આવેલ ઉધઈ કોતર ખાડીમાં હેરણ નદીના પુરના પાણીની ઓટ વાગતા છેવાડા ગામનાં કાછલા વિસ્તારમાં પાણી આવી જતા ત્યાં રહેતા 13 લોકોના ઘરોમાં 6-6 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા.આ બનાવ બનતા સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત બાદ રેસક્યુ કરી એ તમામ 13 લોકોને 6-6 ફૂટ પાણી માંથી મહા મુસીબતે બહાર કાઢી નજીકના કારેલી ગામે ખસેડી લઈને બચાવી લેવાયા હતા.

બીજી તરફ ગામના પ્રવેશ દ્વાર પાસેની ખાડીમાં પાણી ભરાઈ જતા સેવાડા ગામ સંપર્ક વિહોણું થયું હતું.જો કે આ ગામની સ્થિતિ તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ સવારથી ગામની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જે 13 લોકોનું રેસક્યુ કરી સ્થળાંતર કરાયું હતું એ તમામ લોકોની જરૂરિયાતો પણ પુરી કરાઈ હતી.તો એ વિસ્તારમાં ખેતીને પણ ભારે નુકશાન થયું છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો હતો.

આ બાબતોમાં જમ્મુ-કાશ્મીર કરતાં ક્યાંય પાછળ છે ગુજરાત