Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > CM ભુપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગનાર બટુક મોરારી સામે ડીસા પોલીસે ગુનો નોંધ્યો

CM ભુપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગનાર બટુક મોરારી સામે ડીસા પોલીસે ગુનો નોંધ્યો

0
1

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે 1 કરોડની ખંડણી માંગી અને તેઓને ધમકી આપનાર બટુક મોરારી સામે ડિસા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. બટુક મોરારીએ આ વીડિયો એક હોટલમાં રોકાયો હતો ત્યારે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

બે દિવસ પહેલા બટુક મોરારીએ ડિસાથી વીડિયો વાયરલ કર્યો છે. તેણે તે વીડિયોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી એક કરોડ રુપિયાની ખંડણી માંગી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગ ફેલાયો હતો. બનાસકાંઠાના મહંત બટુક મોરારી ઉર્ફે મહેશ ભગતે ધમકી આપી હતી. તેણે સીએમને 10 દિવસમાં રૂપિયા 1 કરોડની માંગણી કરી હતી.

આ વીડિયોમાં મહંત કહી રહ્યાં છે કે 10 દિવસની અંદર એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પહોંચાડી દેજો.નહીં તો ગુજરાતમાં કોઇ દિવસ પટેલને રાજ નહીં કરવા દઉ. ભુપેન્દ્ર પટેલ એક કરોડ રૂપિયા નહીં આપે તો અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દઇશ.” મહંતના આ ધમકીભર્યા વાયરલ વીડિયોને લઇને લોકોમાં આક્રોષ જોવા મળ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજયમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મોટાભાગના લોકોએ મહંત નશામાં ભાન ભુલ્યાનું જણાવી રહ્યાં છે. મહંતને ગાંજો ચડી ગયો હોવાનું પણ લોકો જણાવી રહ્યાં છે. ત્યારે મહંતની મુખ્યપ્રધાનને ધમકીને લઇને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ રમુજો થઇ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat