Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં મોટી ચૂક, CM ઉદ્ધવ ઠાકરેની સાઈન કરેલી ફાઈલ સાથે છેડછાડ

મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં મોટી ચૂક, CM ઉદ્ધવ ઠાકરેની સાઈન કરેલી ફાઈલ સાથે છેડછાડ

0
65

મુંબઈ: મહારાષ્ટ્ર સચિવાલયમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સાઈન કરેલી એક અગત્યની ફાઈલમાં છેડછાડ કરીને તપાસના આદેશને બદલવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) એક એન્જિનિયરની તપાસના આદેશ આપ્યા હતા, જે બાદ મુખ્યમંત્રીએ (Maharashtra CM) તે ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. સૌ કોઈ જાણે છે કે, મુખ્યમંત્રીની સાઈન થયા બાદ તે રાજ્ય સરકારનો અંતિમ નિર્ણય મનાય છે. જો કે ઉદ્ધવ ઠાકરેને હસ્તાક્ષર બાદ આ ફાઈલમાં લખવામાં આવેલા વાક્યોમાં ફેરફાર કરીને તેનો અર્થ બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસનું કામ દક્ષિણ મુંબઈની મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે.

શું હતું ફાઈલમાં?
“ટાઈમ્સ ઑફ ઈન્ડિયા”ના રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) PWD વિભાગના એન્જિનિયરના કાર્યોની તપાસના આદેશ આપ્યા હતા. તપાસનો આદેશ લખ્યા બાદ તેના પર મુખ્યમંત્રીએ (Maharashtra CM) પોતાની સાઈન પણ કરી હતી. જો કે પાછળથી તેમા લખેલા શબ્દો પર લાલ શાહીથી એક વધારાનું વાક્ય જોડી દેવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે, સબંધિત એન્જિનિયરની તપાસ બંધ કરી દેવામાં આવે. મુખ્યમંત્રીની સાઈન કરેલી ફાઈલમાં છેડછાડની આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ચકચાર મચી છે.

શું છે સમગ્ર મામલો?
શિવસેના-ભાજપના ગઠબંધન સરકારમાં જે જે સ્કૂલ ઑફ આર્ટ્સનું નિર્માણ કાર્ય પૂરુ કરવામાં આવ્યું હતું. આ કામમાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી. આ કારણે PWD ડિપાર્ટમેન્ટના અનેક એન્જિનિયરોના કામની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ તપાસના આદેશ વાળી ફાઈલમાં સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર નાના પવારનું નામ પણ હતું. નાના પવાર તે સમયે એક્ઝિક્યૂટિવ એન્જિનિયર હતા.

કેવી રીતે છેડછાડની જાણ થઈ?
મહાવિકાસ અઘાડી સરકાર જ્યારે સત્તામાં આવી તો PWD મિનિસ્ટર અશોક ચવ્હાણે તપાસ માટે આ ફાઈલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પાસે મોકલી હતુ. મુખ્યમંત્રીના (Maharashtra CM) હસ્તાક્ષર બાદ આ ફાઈલ પરત PWD વિભાગ પાસે આવી હતી. મુખ્યમંત્રીએ તપાસ માટે મોકલેલો પ્રસ્તાવ તપાસ બંધ કરવાના આદેશના ફેરફાર સાથે આવ્યો હતો.

આ જોઈને અશોક ચવ્હાણને શંકા ગઈ કે, મુખ્યમંત્રીએ (Maharashtra CM) અન્ય એન્જિનિયરોની તપાસના આદેશ આપ્યા, પરંતુ નાના પવારની તપાસનો ઈન્કાર કેમ કર્યો. આથી અશોક ચવ્હાણે આ ફાઈલ ફરીથી મુખ્યમંત્રી કાર્યાલય મોકલી હતી.

આ પણ વાંચો: રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા, 3000 પ્રદર્શનકારીઓની ધરપકડ

CMOમાં મુખ્યમંત્રી (Uddhav Thackeray) દ્વારા સાઈન કરવામાં આવેલી ફાઈલ સ્કેન કરીને રાખવામાં આવે છે. આ સ્કેન કરેલી ફાઈલને જ્યારે ચકાસવામાં આવી તો સામે આવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા આવી કોઈ તપાસ રોકવાની ટિપ્પણી કરવામાં આવી જ નહતી.

જેથી સ્પષ્ટ થઈ ગયું કે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા PWD ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવેલી તપાસ કરવાના આદેશ આપતી ફાઈલમાં કોઈએ છેડછાડ કરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9