Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > હિન્દૂ રાષ્ટ્ર બનાવવા માટે દિલ્હીમાં લડો, મરો અથવા મારોની લેવામાં આવી શપથ

હિન્દૂ રાષ્ટ્ર બનાવવા માટે દિલ્હીમાં લડો, મરો અથવા મારોની લેવામાં આવી શપથ

0
2

હિન્દુ યુવા વાહિની અને સુદર્શન ન્યૂઝના મુખ્ય સંપાદક સુરેશ ચૌહાણ સહિત હિન્દુ દક્ષિણપંથી જૂથોનો એક વીડિયો 22 ડિસેમ્બર બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં આ હિન્દુત્વવાદી સંગઠનના લોકો “ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા” માટે ” લડો, મરો અને જરૂર પડે તો મારી નાખો” ના શપથ લેતા દેખાઈ રહ્યાં છે.

Scroll.inના અહેવાલ મુજબ, 19 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં હિન્દુ યુવા વાહિનીના એક કાર્યક્રમ દરમિયાન ચૌહાણે શપથ લેવડાવ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે સુરેશ ચૌહાણ ત્યાં હાજર લોકોને એક હાથ ઊંચો કરીને મરવાના અને મારવા માટે સોગંદ અપાવી રહ્યાં છે.

રૂમમાં હાજર લોકોએ પણ શપથ લઈને પોતાના અંતિમ શ્વાસ સુધી દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવવા માટે લડવા, મરવા અને મારવા માટે વચન આપ્યો હતો.

હવે ‘રાજદ્રોહ, UAPA’ જેવો કાયદો ક્યાં છે?

ત્યાં હાજર લોકોને ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા કરવા માટે ઉશ્કેરતા વીડિયોએ સમાજના કેટલાક વર્ગોમાં આક્રોશ ફેલાવ્યો છે, જેમાં યુથ કોંગ્રેસના સભ્યોએ ટ્વિટર પર પૂછ્યું છે કે શું સાંપ્રદાયિક ભાષણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આવે છે?

લેખક અને કાર્યકર મીના કંદાસામીએ આ ઘટનાની નિંદા કરી અને લખ્યું, “આ હવે નાની-મોટી ઘટના નથી રહી, તે મુખ્યપ્રવાહના હિંદુત્વ દળોની સંપૂર્ણ મિલીભગતથી થઈ રહી છે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે મોતની ધમકીઓ, ખરાબ શબ્દોમાં”નરસંહાર” છે અને આનું વાસ્તવિક અનુવાદ “મુસ્લિમ નરસંહાર” છે!

એશલિન મેથ્યુ નામના પત્રકારે લખ્યું, “ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે હત્યા કરવાના શપથ પણ લીધા. આ નવી દિલ્હીમાં થયું જ્યાં પોલીસ કંઈ કરી રહી નથી. શું આપણે ક્યાં છીએ તે સમજવા પહેલાં વધુ ઉદાહરણોની આવશ્યક્તાઓ છે. મોતો અને હત્યાઓ આપણને જોશે.”

પત્રકાર શ્યામ મીરા સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને લખ્યું, “રાજધાની દિલ્હીમાં શપથ લેવામાં આવી રહ્યા છે કે “જો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા હત્યા (મારવા) કરવાની જરૂરત પડશે તો કરીશું. વડાપ્રધાન @narendramodi જી તમારા લોકો હજું કેટલી હત્યાઓ કરવા માંગે છે? તમે ભારતને બંધારણીય રીતે નિર્ધારિત લોકશાહી રાષ્ટ્ર ઈચ્છો છો કે કે હિન્દુ રાષ્ટ્ર?

હરિદ્વારની હેટ સ્પીચ કોન્ક્લેવ

દિલ્હીમાં આ કાર્યક્રમ ઉત્તરાખંડના હરિદ્વારમાં ત્રણ દિવસીય દ્વેષપૂર્ણ (હેટ સ્પીચ) ભાષણ સંમેલન પછી યોજાયો હતો.

હરિદ્વારમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિતોને લઘુમતીઓને મારવા અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલો કરવા માટે ઉશ્કેરતા કેટલાક ભાષણોના વીડિયો પાછળથી ઓનલાઈન શેર કરવામાં આવ્યા હતા.

જ્યારે વહીવટીતંત્ર હજુ પણ હિન્દુત્વ દ્વેષીઓ સામે શું પગલાં લેવા તે નક્કી કરવા માટે રાહ જોઈ રહ્યું છે. સભામાં અન્નપૂર્ણા મા, બિહારના ધર્મદાસ મહારાજ, આનંદ સ્વરૂપ મહારાજ, સાગર સિંધુરાજ મહારાજ, સ્વામી પ્રેમાનંદ મહારાજ અને ભાજપ નેતા અશ્વિની સામેલ હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat