Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: કોરોનાના કહેરમાં ગુજરાતનું મુખ્ય સચિવ પદ મેળવવા માટે IAS અધિકારીઓમાં જંગ

#Column: કોરોનાના કહેરમાં ગુજરાતનું મુખ્ય સચિવ પદ મેળવવા માટે IAS અધિકારીઓમાં જંગ

0
1452

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમ આ વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ ગુજરાત કેડરના 1985 બેંચના અધિકારી છે. 1985 બેંચના લગભગ તમામ આઇએએસ અધિકારીઓ અનિલ મુકિમ નિવૃત્ત થાય ત્યાં સુધીમાં નિવૃત્ત થઇ જશે. આવી સ્થિતિમાં હવે આ સ્પર્ધા 1986 બેંચના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે હશે.

ગુજરાત અમલદારશાહીના સૂત્રો અનુસાર, મુખ્ય સચિવના પદ માટે 1986 બેંચના સંગીતા સિંહ, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા અને ગુરૂપ્રસાદ મહાપાત્રા વચ્ચે સ્પર્ધા છે. જેમાં ગુરૂપ્રસાદ મહાપાત્રા પાસે સૌથી શ્રેષ્ઠ તક છે કારણ કે તેઓ દેશના ઉચ્ચ નેતૃત્વની નજીક છે, પરંતુ સાથે જ તેમની પાસે ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રમોશન વિભાગના સચિવ તરીકે ભારતમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની મોટી જવાબદારી છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત વિઝનમાં તેમની એક મોટી ભૂમિકા છે. એવામાં એમ સ્પષ્ટ નથી કે તેમણે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે કે નહી આવે. ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંહ અન્ય એક દાવેદાર છે પરંતુ તેમની પાસે કામ કરવાનો વધુ સમય નથી બચ્યો કારણ કે તે આ વર્ષે ઓક્ટોબરમાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે, તેમણે માત્ર બે મહિનાનો સમય મળશે અને આ તેમના વિરૂદ્ધ જઇ શકે છે.

આવી સ્થિતિમાં વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને રાજસ્વ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર વચ્ચે મુશ્કેલ સ્પર્ધાની અપેક્ષા છે.
બન્ને અધિકારીઓ આ વાતને સારી રીતે જાણે છે અને સ્પર્ધાને આગળ વધારવા માટે કોરોના સંકટ દરમિયાન પોતાના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કુમાર કોરોના મહામારી સામે લડવા માટે પુરા રાજ્યના પ્રભારી છે જ્યારે રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત અમદાવાદમાં સ્થિતિને સંભાળવાનો પ્રભાર રાજીવ કુમાર ગુપ્તા પાસે છે.

બન્ને આઇએએસ અધિકારીઓ પોતાની જવાબદારીનું મહત્વ સારી રીતે સમજે છે અને તેથી તેઓ આ સ્થિતિમાં બીજા કરતા આગળ નીકળવા માટે વધારાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુપ્તા અમદાવાદમાં સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે જેથી તેઓ તેમની યોજનામાં સફળ થઇ શકે. જો તે સફળતાપૂર્વક અને ઝડપથી અમદાવાદની પરિસ્થિતિને અંકુશમાં લાવે તો ટોચની પોસ્ટ પર તેમનો દાવો વધુ મજબૂત બનશે. બીજી બાજુ, જો ધવન વેન્ટિલેટર ખરીદ વિવાદ અને પરીક્ષણની સંખ્યામાં ઘટાડાની કમી પર મીડિયાના વિરોધ સહિતના મુદ્દાઓ વચ્ચે કુમાર રાજ્યમાં કોરોના સંકટને સંભાળે છે તો તે પણ એક મજબૂત દાવેદાર બની શકે છે.

એટલે કે એવુ લાગે છે કે અમલદારશાહીના ઉચ્ચ પદ માટેની અંતિમ સ્પર્ધા પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા વચ્ચે છે અને કોરોના સંકટ દરમિયાન તેઓ તેમની જવાબદારીઓ કેવી રીતે નિભાવે છે તે તેમના દાવાઓને મજબૂત બનાવવાની ચાવી છે. હવે બન્ને વચ્ચેની ટક્કર વધારે રસપ્રદ બની ગઇ છે.

(લેખક એક વરિષ્ઠ પત્રકાર છે જે બે દાયકાથી વધુ સમયથી ગાંધીનગરની અમલદારશાહી અને રાજકારણ પર નજર રાખી રહ્યા છે)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: વિજય નેહરા બાદ વધુ એક IAS અધિકારીને બદલવાની તજવીજ