Gujarat Exclusive > દેશ-વિદેશ > સ્વતંત્રતા દિવસ: વિશ્વની સરખામણીએ ભારતમાં ઓછા લોકો કોરોનાનો શિકાર બન્યા- PM

સ્વતંત્રતા દિવસ: વિશ્વની સરખામણીએ ભારતમાં ઓછા લોકો કોરોનાનો શિકાર બન્યા- PM

0
102

આજે ભારત (15 August Independence Day)આઝાદીની 75મી વર્ષગાંઠ (75th independence day India) ઉજવી રહ્યું છે. આ અવસરે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતાં પીએમ મોદીએ કોરોના સંકટને યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં અમારા ડોક્ટર, આપણી નર્સો- પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, વેક્સિન બનાવવામાં લાગેલા વૈજ્ઞાનિકો અને સેવામાં જોડાયેલા નાગરિકો વંદન અધિકારી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં કોરોના ખુબ જ પડકાર સાથે આવ્યો, દેશે આ મુશ્કેલીઓનો મળીને સામનો કર્યો છે. તે અમારી શક્તિ છે કે, આજે વેક્સિન માટે બીજા દેશો પર નિર્ભર થવું પડ્યું નથી. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના બીજા દેશોમાં કોરોનાએ જેટલી તબાહી મચાવી છે, તેની સરખામણીમાં ભારતમાં ઓછી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, વિચારો જો ભારત પાસે પોતાની વેક્સિન ના હોત તો શું થાત? તેમને કહ્યું કે, પોલિયોની વેક્સિન ભારતને મળવામાં કેટલા સમય લાગ્યો હતો. પરંતુ આજે આપણને ગર્વ છે કે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી 54 કરોડથી વધારે લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે.

ખેડૂત અને જમ્મુ-કાશ્મીરની વાત

નાના ખેડૂતો પર અત્યાર સુધી ધ્યાન નથી આપવામાં આવ્યું. કૃષિ સેક્ટરના પડકારો પર ધ્યાન આપવું પડશે. ખેડૂતોની જમીન સતત નાની થઈ રહી છે. 80 ટકા ખેડૂતોની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. વડાપ્રધાન મોદીએ 80 ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપતા કહ્યું, ‘નાના ખેડૂતો બને દેશની શાન’.

જમ્મુ-કાશ્મીર અંગે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, તમામના સામર્થ્ય ને યોગ્ય અવસર આપવો, તે લોકતંત્રની અસલી ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર. વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી ચાલી રહી છે. લદાખ પણ પોતાની અસલી સંભાવનાઓની તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat