Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતના પ્રથમ PMના જમાઈ, ઈન્દિરા ગાંધીના પતિ અને યુવા PMના પિતા હોવા છતાં ગુમનામ કેમ?

ભારતના પ્રથમ PMના જમાઈ, ઈન્દિરા ગાંધીના પતિ અને યુવા PMના પિતા હોવા છતાં ગુમનામ કેમ?

0
10128

આજે જો કોઈને ફિરોઝ ગાંધી વિશે પુછીશું, તો મોટા ભાગના લોકોના મુખે એક જ પ્રશ્ન ચર્ચાશે કે, કોઈ ફિરોઝ ગાંધી? ખુબ ઓછા લોકો જાણતા હશે કે, ફિરોઝ ગાંધી જવાહર લાલ નહેરૂના જમાઈ હોવા ઉપરાંત ઈન્દિરા ગાંધીના પતિ અને રાજીવ અને સંજય ગાંધીના પિતા પણ હતા.

“ફિરોઝ-ધ ફૉરગોટેન ગાંધી”ના લેખક બર્ટિલ ફાલ્ક, જે આ સમયે દક્ષિણી સ્વીડનના એક ગામમાં રહે છે. તેઓ જણાવે છે કે, જ્યારે મેં 1977માં ઈન્દિરા ગાંધીનો ઈન્ટરવ્યુ લીધો, ત્યારે જોયું કે તેમને બે પુત્રો અને એક પુત્રી હતા. મેં તેમને પૂછ્યુ કે, તમારા પતિ અને આ બાળકોના પિતા ક્યાં છે?

જ્યારે મેં લોકોને પ્રશ્ન પૂછ્યો, ત્યારે મને જાણવા મળ્યું કે, તેમનું નામ ફિરોઝ હતું અને તેમની કોઈ ખાસ ભૂમિકા નહતી. જો કે તપાસ કરતા મને જાણવા મળ્યું કે, તેઓ ભારતીય સંસદના મુખ્ય સભ્ય હતા અને સાથે જ ભ્રષ્ટાચારને જડમૂળથી સમાપ્ત કરવા માટે તેઓ અગ્રેસર હતા. તેમની આત્મકથા લખવાનું કારણ એ હતું કે, બીજુ કોઈ તે નહતું લખી રહ્યું.

વિશ્વમાં એવો કોણ વ્યક્તિ હશે, જેના સસરા વિશ્વના સૌથી મોટા લોકતંત્રના પ્રથમ પ્રધાનમંત્રી હોય અને બાદમાં તેમની પત્ની અને પુત્ર પણ એજ દેશના પ્રધાનમંત્રી બન્યા હોય.

નહેરૂ પરિવાર સાથે નજીકનો ઘરોબો ધરાવનાર વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવઈએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધીના પ્રધાનમંત્રી બન્યા પહેલા 1960માં ફિરોઝ ગાંધીનું અવસાન થયું ગય અને તેઓ એકરીતે ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયા. લોકતંત્રમાં આવા ખુબ જ ઓછા વ્યક્તિ હશે, જે પોતે એક સાંસદ હોય, જેના સસરા દેશના પ્રધાનમંત્રી બન્યા હોય અને જેમની પત્ની દેશની પ્રથમ પ્રધાનમંત્રી બની અને તેમનો પુત્ર પણ પ્રધાનમંત્રી બન્યો હોય.

આ સિવાય તેમના પરિવાર સાથે જોડાયેલી મેનકા ગાંધી પણ કેન્દ્રીય મંત્રી છે, વરૂણ ગાંધી સાંસદ છે અને રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સૌ લોકોએ ભારે લોકપ્રિયતા મેળવી. જે નહેરૂ-ગાંધી ડાએનેસ્ટિની વાત કરવામાં આવી રહી છે, તેમા ફિરોઝ ગાંધીનું મહત્વનું યોગદાન હતું. જેનો ક્યારેય ઉલ્લેખ નથી કરવામાં આવતો અને તેના પર કોઈ પુસ્તક કે લેખ પણ નથી લખવામાં આવતા.

ફિરોઝ ગાંધીનો આનંદ ભવના પ્રવેશ ઈન્દિરા ગાંધીની માતા કમલા નહેરૂ મારફતે થયો હતો. એક વખત કમલા નહેરૂ ઈલાહાબાદની ગવર્મેન્ટ કોલેજમાં ધરણા પર બેઠી હતી. જ્યારે કમલા બ્રિટિશ સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરી રહી હતી, ત્યારે ફિરોઝ ગાંધી કોલેજની પાળીઓ પર બેસીને આ દ્રશ્ય જોતા રહેતા હતા. એક દિવસે ગરમીના કારણે કમલ નહેરૂ બેહોશ થઈ ગયા, ત્યારે ફિરોઝ ગાંધી તેમની પાસે પહોંચી ગયા અને તેમને પંખાની હવા નાંખવા લાગ્યા. જ્યારે કમલા ભાનમાં આવ્યા, ત્યારે તેઓ ફિરોઝને લઈને આનંદ ભવન લઈ ગયા. જે બાદ કમલા નહેરૂ જ્યાં જાય, ત્યાં ફિરોઝ ગાંધી તેમની સાથે જોવા મળતા.

આજ કારણે ફિરોઝ અને કમલા વિશે અફવાઓ ફેલાવવા લાગી. કેટલાક અરાજક તત્વોએ ઈલાહાબાદમાં તેમના વિશે પોસ્ટર પણ લગાવ્યા. આખરે જેલમાં બંધ જવાહર લાલ નહેરૂએ આ અંગે તપાસ કરવા માટે રફી અહમદ કિડવઈને મોકલ્યા હતા. કિડવઈને તપાસ દરમિયાન અફવાઓ પાયાવિહોણી લાગી.

જે બાદ ફિરોઝનું નહેરૂ પરિવાર સાથે ઘરોબો એટલો વધી ગયો કે, તેમની માતા રતિમાઈ ગાંધીને તે નાપસંદ પડવા લાગ્યું. બર્ટિલ ફાલ્કે જણાવ્યું કે, જ્યારે મહાત્મા ગાંધી મોતીલાલ નહેરૂના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે અલ્હાબાદ આવ્યા, ત્યારે રતીમાઈ તેમની પાસે પહોંચી અને તેમને ગુજરાતીમાં જણાવ્યું કે, ફિરોજને સમજાવો કે, જોખમી કામોમાં ભાગ લઈને પોતાનું જીવન બરબાદ ના કરે. ગાંધીએ જવાબ આપ્યો કે, મારી પાસે ફિરોઝ જેવા 7 યુવકો આવી જાય, તો હું 7 દિવસમાં ભારતને સ્વરાજ અપાવી શકું છું.

1942માં તમામ વિરોધ વચ્ચે ઈન્દિરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયા, પરંતુ વર્ષની અંદર બન્ને વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા. ઈન્દિરા ગાંધીએ ફિરોઝની જગ્યાએ પોતાના પિતા સાથે રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન ફિરોઝ ગાંધીનું નામ અનેક મહિલાઓ સાથે જોડાવા લાગ્યું.

ફિરોઝ ગાંધીના મિત્રોનું કહેવું છે કે, ફિરોઝ ગાંધી આ બધી બાબતોમાં ગંભીર નહતા. તેઓ મનમોજી ટાઈપના માણસ હતા. તેમને યુવતીઓ સાથે વાત કરવું પસંદ હતું. નહેરૂ કેબિનેટમાં એક મંત્રી તારકેશ્વરી સિન્હા સાથે પણ ફિરોઝ ગાંધીના સબંધો સારા રહ્યાં હતા.

આ દરમિયાન ઈન્દિરા ગાંધી કોંગ્રેસની અધ્યક્ષ બની ગઈ અને તેમની પહેલ પર કેરળમાં નંબૂદરીપાદની સરકારને ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. આ મુદ્દે ઈન્દિરા અને ફિરોઝ ગાંધી વચ્ચે રાજકિય મતભેદો વધી ગયા.

એ સમયે ફિરોઝ ગાંધી પોતાના ભાષણોથી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યાં હતા. મુંદડા કાંડ પર તેમણે પોતાના જ સસરાની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ફિરોઝની આલોચનાને પગલે નહેરૂના વિશ્વાસુ અને તત્કાલીન નાણાંમંત્રી ટીટી કૃષ્ણામચારીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. લોકો એવું માનવા લાગ્યા કે, કોંગ્રેસના રહીને પણ ફિરોઝ ગાંધી વિપક્ષના અનઓફિશિયલ નેતા છે.

ફિરોઝ ગાંધી એક પિતા તરીકે
રશીદ કિડવઈએ જણાવ્યું કે, ફિરોઝ ગાંધી એક અલગ પ્રકારના પિતા હતા. તેઓ બાળકોને રમકડા અપાવવામાં વિશ્વાસ નહતા ધરાવતા. જો કોઈ બાળકોને રમકડા આપે, તો તેઓ કહેતા કે, રમકડાને તોડીને ફરીથી જોડો. રાજીવ અને સંજય બન્નેના ટેક્નિકલ દિમાગ પાછળ ફિરોઝ ગાંધીનું મોટું યોગદાન હતું. સંજયે બાદમાં મારૂતિ કાર બનાવવાની પહેલ કરી, તેની પાછળ ક્યાંકને ક્યાંક ફિરોઝ ગાંધીની ભૂમિકા હતી.

ફિરોઝ ગાંધીએ ઈન્દિરા ગાંધીને પશ્ચિમી સંગીતનો ચસ્કો લગાવ્યો હતો. તેમણે ઈન્દિરા ગાંધીને બીથોવન સાંભળવાનું શીખવ્યું હતું. લંડન પ્રવાસ દરમિયાન તેઓ ઈન્દિરા ગાંધી સાથે ઓપેરા નાટક જોવા જતા હતા. ઈન્દિરાએ પણ જણાવ્યું હતું કે, કવિતા પ્રત્યે મારો રસ મારા પિતાના કારણે છે, પરંતુ સંગીત માટે મારા મનમાં પ્રેમ ફિરોઝ ગાંધીના કારણે જાગ્યો છે.

એક વખત ડૉમ મોરેસે ઈન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે, તમને સૌથી વધુ તકલીફ કોના મોતથી થઈ? ત્યારે ઈન્દિરાનો જવાબ હતો કે, મારા પતિ ફિરોઝ, કારણ કે તેઓ અચાનક દુનિયા છોડીને જતા રહ્યાં. એ સમયે ઈન્દિરાના શબ્દો હતા કે, હું કદાચ ફિરોઝને પસંદ નહતી કરતી, પરંતુ હું તેમને પ્રેમ જરૂર કરતી હતી.

યુએસ ઓપન જીતીને અપસેટ સર્જનારી બિયાંકાની બેહદ બોલ્ડ તસ્વીરોએ મચાવી ધૂમ