Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ટ્વીટર પર મહિલાઓ, દલિત, લધુમતિ સમાજની લાગણી દુભાય તેવુ લખાણ લખનાર સામે ફરિયાદ

ટ્વીટર પર મહિલાઓ, દલિત, લધુમતિ સમાજની લાગણી દુભાય તેવુ લખાણ લખનાર સામે ફરિયાદ

0
115

અમદાવાદ: ટ્વીટર પર એક ટ્વીટર એકાઉન્ટ હેન્ડલરે તેના એકાઉન્ટમાંથી દલિત સમાજ, લધુમતિ સમાજ તથા છારા સમાજની લાગણી દુભાય તેવા મેસેજો તથા મહિલાઓના વિરુદ્ધમાં અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. આ અંગે સામાજીક કાર્યકરતાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

ધોડાસર વિસ્તારમાં રહેતા અને સામાજીક કાર્યકરતા છોટાભાઈ રાઠોડ ગત 27 તારીખે તેમનું ટ્વીટર એકાઉન્ટના મેસેજ જોઈ રહ્યા હતા ત્યારે ચોકીદાર સંતોષ નિહલાની નામના એક ટ્વીટર હેન્ડલરે પોતાના એકાઉન્ટમાંથી મહિલાઓ, દલિત, લધુમતિ તથા છારા સમાજના લોકોની લાગણીઓ દુભાય તેમજ મહિલાઓ બાબતે અભદ્ર અને અશ્લિલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

આ શબ્દો વાળા મેસેજો ટ્વીટર પર મુક્યા હતા. જેના કારણે મહિલાઓ, દલિત, લધુમતિ અને છારા સમાજની લાગણીઓ દુભાઈ તથા આવા સમાજને હડધુધ કરવાના ઈરાદા હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની જાણ થતા છોટાભાઈ રોઠોડે આ ટ્વીટર હેન્ડલ કરનાર શખ્સ સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)