Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત ફી માફિયાઓના ભરડામાંઃ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો દાવો

ગુજરાત ફી માફિયાઓના ભરડામાંઃ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો દાવો

0
370
  • ગુજરાતની અસ્મિતાની વાતો કરતી ભાજપ સરકાર પર ફી માફિયાઓનો ભરડો
  • ખાનગી શાળાના સંચાલકોને લોકોને લૂંટવાનો પરવાનો આપતી સરકાર
  • સરકારનું વલણ વાલીઓના પ્રતિનિધિના બદલે ફી માફિયાઓના પ્રતિનિધિ જેવુ
  • સરકારે સામાન્ય પ્રજાને ફી માફિયાઓના હવાલે કરી દીધીઃ ધાનાણી

ગાંધીનગરઃ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ફી માફિયાઓના (fee mafia-paresh dhanani) ભરડામાં છે. આ ફી માફિયાઓની (fee mafia-paresh dhanani) પક્કડ ગુજરાત સરકાર પર એટલી બધી મજબૂત છે કે સરકાર કોરોનાના વિષમકાળમાં અને સામાન્ય પ્રજાની આર્થિક પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે તેવા સંજોગોમાં પણ લોકોને રાહત આપવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી.

સરકાર ફીનો મુદ્દો હાઇકોર્ટ પર છોડી છટકવા માંગતી હતી

સરકારે આ મુદ્દો હાઇકોર્ટ પર ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે કહ્યું હતું કે સરકાર પાસે આ સંદર્ભમાં નિર્ણય લેવાની પૂરતી સત્તા છે. તે બધી જ બાબતોને હાઇકોર્ટ પર છોડીને છટકી ન શકે.

આ પણ વાંચોઃ હાઇકોર્ટની સૂચના છતાં પણ ફી માફી મુદ્દે રૂપાણી સરકાર પાણીમાં બેસી

તેમણે કહ્યું હતું કે ગઈકાલે વિધાનસભામાં સરકારે પોતે જ કબૂલ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં સરકારે 123 સરકારી શાળા બંધ કરી હતી અને તેની સામે 1,157 ખાનગી શાળાઓને મંજૂરી આપી હતી.

સરકારી શાળાઓ બંધ કરી ખાનગી શાળાઓને મંજૂરી આપે છે સરકાર

આમ સરકાર રીતસર આ રીતે લોકોને લૂંટવાનો પરવાનો ખાનગી શાળાઓના સંચાલકોને આપી રહી છે. સરકારને હવે લોકોને શિક્ષણ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા છે અને સામાન્ય પ્રજા માટે પણ શિક્ષણ દોહ્યલુ બનાવી દેવાની રીતસરની ચળવળ સરકાર ચલાવી રહી છે.

વર્તમાન સમયમાં સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોના વ્યાપ્ત છે. લોકડાઉને લોકોની આર્થિક કમર ભાંગી નાખી છે. આ સંજોગોમાં પણ ફી માફિયા (fee mafia-paresh dhanani) બની ગયેલા ખાનગી શાળાના સંચાલકોની દાદાગીરી એટલી છે કે તે સરકાર સમક્ષ ઝૂકવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ વિનાશ બાદ ઝડપથી વિકસિત શહેરોમાં દેશનું એક માત્ર શહેર સુરત

સરકાર પ્રજાની પ્રતિનિધિ કે ફી માફિયાઓની પ્રતિનિધિઃ ધાનાણી

સરકાર પણ ખાનગી શાળાના સંચાલકોને ખોળે લીધા હોય તેમ બધાને ગમે તેવો ઉકેલ કાઢીશું તેવું રટણ કર્યા કરે છે. હવે પરિસ્થિતિ તો એવી બની ગઈ છે કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવાથી ગૃહમાંથી પણ બચવા માંગે છે. તેથી તો સમયનું બ્હાનું કાઢીને તેણે આ મુદ્દે ચર્ચા ટાળી છે.

સરકારે વાલીઓના અને જનપ્રતિનિધિ બનીને કામ કરવાનું હોય તેના બદલે જાણે તે ફી માફિયાઓની પ્રતિનિધિ હોય તે રીતે વર્તી રહી છે. સરકારનું આ વલણ સામાન્ય પ્રજાના હિતનું દ્યોતક છે. ફી માફિયાઓ જંગી ફીઓ વસૂલીને લોકો પાસેથી ખૂબ કમાયા છે તો એક વર્ષ નબળું જાય તો તે સામાન્ય પ્રજાને રાહત કેમ ન આપી શકે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, જાણો કેટલી ટિકીટ રહેશે?

ફી માફિયાઓ સરકારના મળતિયા

સરકારના નબળા વલણનું કારણ એવું છે કે શું તેને પણ ફી માફિયાઓ (fee mafia-paresh dhanani) દ્વારા ચલાવવામાં આવી રહેલી લૂંટમાં હિસ્સો મળે છે. આ તો લોકોની તિજોરીઓ ખાલી થાય અને ફી માફિયાઓની તિજોરી ભરાય તેવી વાત છે. કોરોના કાળમાં સરકારનું આ પ્રકારનું વલણ એક રીતે લોકો માટે પડ્યા પર પાટા જેવુ છે.

સામાન્ય સંજોગોમાં પણ માંડ-માંડ ઊંચી ફી ચૂકવી શકતા સામાન્ય લોકો હાલના વિષમ સંજોગોમાં આટલી ઊંચી ફી કેવી રીતે ચૂકવી શકે. લોકો પાસે નોકરીઓ નથી ત્યારે લોકોને સહાય આપવાની હોય અને મદદરૂપ થવાનું હોય કે તેઓને ફી માફિયાઓને (fee mafia-paresh dhanani) હવાલે કરી દેવાના હોય. ખેડૂતો, ગરીબો, અસહાયો, વિદ્યાર્થીઓ પર કોઈને કોઈને બ્હાને ત્રાટકવામાં જરા પણ સંકોચ ન અનુભવતી સરકાર ખાનગી શાળાના સંચાલકોને કનડવાની વાત આવે ત્યારે કેમ પાણીમાં બેસી જાય છે, તે ખાનગી શાળાના સંચાલકોથી ડરે છે કે તે તેમના જ મળતિયા છે, એમ ધાનાણીએ જણાવ્યું હતું.