Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વાસ્તવિક ભારત અને મૃગજળ સમાન ડર

વાસ્તવિક ભારત અને મૃગજળ સમાન ડર

0
210

ભારત શું છે? શું આ ભૂભાગ છે? શું આ એક સંસ્કૃતિ છે? શું આ લોકોનો બનેલો છે? શું ભારતમાં કોઇ એવા વિલક્ષણતા છે જે તમામ સ્થાનોમાં ફેલાયેલી છે? તમામ રાષ્ટ્ર તેની સામાન્ય સંસ્કૃતિ, ધર્મ અને ભાષા વગેરેમાંથી બનીને નીકળે છે. આ ઉદાહરણનું સમર્થન કરવા માટે અનેક તથ્યો છે. જેમ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇઝરાયલ અને આ પ્રકારના અન્ય દેશ જેઓ એ આધાર પર બન્યા છે અને જન્મ્યા છે. અન્ય બાબતોમાંથી રાષ્ટ્ર સામાન્ય રાજકીય લક્ષ્યોના માધ્યમથી ઉભરે છે. એક બહારના દુશ્મન વિરુદ્ધ લડવા માટે આપણો દેશ કે જેનું નામ ભારત છે. આ કોલોનિયલ સંઘર્ષમાંથી નીકળીને સામે આવ્યું છે. કહેવાની જરૂર નથી કે ભારત એક કોલોનિયલનું નિર્માણ છે. પરિણામે અહીં ખાસ કરીને ભાષા પર આધારિત આંતરિક સંઘર્ષ અને ઓળખના દાવાઓ ક્યારેય બંધ થયા નથી. અનેકતામાં એકતા એક માન્યતા છે. એક એવી માન્યતા જે રાષ્ટ્રની કલ્પનાને એકસાથે રાખે છે.

વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં જ્યારે હિંદુ રાષ્ટ્રના વિચાર હેઠળ ભારતનો સંઘવાદ દાવ પર લાગ્યો છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે ભારત ફક્ત ત્યારે એક ભૂભાગનારૂપમાં બચી શકે છે, જો દેશની સંઘીય સંરચનાને જાળવી રાખે છે. આ દ્રષ્ટિએ આપણું લક્ષ્ય વિવિધતા નહી પરંતુ એકતા હોવી જોઇએ. નહી તો રાજ્યોનું પલાયન ચાલુ રહેશે અને એક દિવસ એવો આવશે જ્યારે તમામ વસ્તુઓ હશે પરંતુ “વાસ્તવમાં ભારત” નહી હોય. જોકે, સંઘવાદની ઉજવણી દેશની વર્તમાન રાજકીય સંસ્કૃતિ હેઠળ હોવાની સંભાવના નથી જે સંસ્કૃતિઓ, ભાષાઓ અને ઓળખના સમરૂપીકરણની દિશામાં એક આક્રમક અભિયાનથી ઓછું નથી.

જોકે, રાષ્ટ્રને એક રાખવામાં સ્વાભાવિક રીતે ઘણી ચીજોનો અભાવ છે. આ મોદીની જેમ ભારતીય જનતા પાર્ટીનો એક માસ્ટર સ્ટ્રોક છે જે સતત એક બહારના સામાન્ય દુશ્મનની આસપાસ ફરતી કથાઓનો લાભ લેતો રહે છે. એકબીજાની સાથે સંઘર્ષમાં લોકો ફક્ત એક બહારના ખતરાના કારણે એકસાથે રહી શકે છે. પછી તે ખતરો વાસ્તવિક હોય કે કાલ્પનિક હોય. આ બહારના દુશ્મનો મુકાબલો કરવો એટલે રાષ્ટ્રવાદનો વિચાર, જે સૌથી મોટો એટલે કે લોકોથી પણ મોટો થઇ ગયો છે. આ માટે બધા લોકોને એકસાથે ઉભા થવું પડશે. આ વિચારને જીવિત રાખવા માટે આપણે બહારના દુશ્મન બનાવવાની જરૂર છે. આ મામલામાં પાકિસ્તાન એક સ્થાઇ દુશ્મન છે જ્યારે ચીનનો એક નવા દુશ્મન તરીકે પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાન ભારતનુ દુશ્મન છે. ભારત એક દૂરદંશી પક્ષ છે, તેઓ તેને ખૂબ સારી રીતે જોઇ શકે છે. ભારતનો વિચાર હવે ફક્ત સમરૂપતા, આક્રમક વિલક્ષણતા અને એક અખંડ ભવિષ્યની યોજનાના માધ્યમથી જીવિત રહી શકે છે. તે ઉપરાંત ભારતના એક મોટા સમૂહનો ડર એટલે કે, મુસ્લિમોને વિલન બનાવીને અન્ય જાતિના કે સમૂહના લોકોને તેમનાથી ડરાવેલા રાખવા. જે એક મૃગજળ સમાન ડર છે, જે દેખાય છે પરંતુ ખરેખર છે નહીં. આ ડર રાજકીય પક્ષો દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. દેશના મુસ્લિમોનો સત્તા મેળવવા માટે સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે મત મેળવીને ઉપયોગ કર્યો છે તો અન્ય પાર્ટીએ એક નવો જ કિમિયો અપનાવી લીધો છે.

સમયની જરૂર ના ફક્ત અનૈતિહાસિક થવાની છે પરંતુ ઇતિહાસ વિરોધી થવાની પણ છે. મુદ્દો સરળ છે. વિવિધતાને ફગાવવા અને કોઇ પણ કિંમત પર એકરૂપતાની એકતાને લાગુ કરવાની છે. જ્યારે કોઈ મંત્રી કહે છે કે દેશદ્રોહીઓને પાકિસ્તાન જતું રહેવું જોઇએ તેનો અર્થ એ છે કે અમારી સાથે મળીને પાકિસ્તાનીઓને નફરત કરવામાં અમારો સાથ આપો. જ્યારે સરકાર હિંસક ભીડ એકઠી કરીને બીજાને હત્યા કરવાની મંજૂરી આપે છે. તો આ વિવિધતાને પાછળ છોડીને એકતાને પોતાના મિશનમાં હિંસાને પ્રોત્સાહિત કરે છે. એ પણ યાદ રાખવું જોઇએ કે રાષ્ટ્રવાદનો વિચાર ક્ષેત્રીયતાની આસપાસ તૈયાર થાય છે. ના કે લોકો વિશે. એટલા માટે કાશ્મીર વિશે ભારત જેટલી ઇચ્છા રાખે છે તેટલી કાશ્મીરીઓની રાખવામાં આવતી નથી. પૂર્વોત્તરને ભારતના રાજકીય શાસકો હાથમાંથી જવા દેશે નહીં પરંતુ ત્યાંના લોકોને સન્માનથી બોલાવશે પણ નહીં.

ભારતના વડાપ્રધાનના રૂપમાં મોદીના પોતાના બીજા કાર્યકાળ હેઠળ અસંતોષની અવાજ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારે એકતા લાવવા માટે કેટલી યોજનાઓ બનાવી છે. તેનો જવાબ કંઈક એવો છે કે, સંયોગથી કોઇ પણ આશ્વર્ય વ્યક્ત કરી શકે છે. કેમ કે, આવી કોઈ જ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી નથી. શું ભારત ક્યારેય સાચા અર્થમાં સંઘવાદ રાષ્ટ્ર બની શકશે. નહી તો શું આપણને વાસ્તવમાં આવી બળપૂર્વક વ્યવસ્થા આત્મસાત કરવાની આવશ્યકતા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે કઇ કિંમત પર? તેના જવાબમાં સૌથી પહેલા તો તમારી સ્વતંત્રતા અને બંધારણની હોળી થઈ જશે, તે ચોક્કસ છે. તદ્દ ઉપરાંત આપણે અનેક જિંદગીઓનું બલિદાન આપવું પડશે. આનો વિસ્તૃત જવાબ હિન્દુસ્તાનીઓની આંખો સામે તરી રહ્યો છે, પરંતુ તેને જોવા માટે કોઈ તૈયાર નથી.