કાશ્મીર ઘાટીમાં વડાપ્રધાન પેકેજ હેઠળ કામ કરનારાઓ અનેક કાશ્મીરી પંડિતોને ઓનલાઈન ધમકી આપવામાં આવી છે. આ ધમકી કાશ્મીર ફાઈટ બ્લોગ પરથી આપવામાં આવી છે. આ ધમકી પછી કાશ્મીર પંડિતોમાં ડર જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
આ ઓનલાઈન ધમકીમાં લગભગ 56 કાશ્મીરી પંડિતોની ધમકી આપીને તેમનું નામ, ડ્યુટીની જગ્યા અને વિભાગનું નામ પણ લખ્યું છે. બીજેપીએ આ બાબતે તપાસની માંગ કરી છે અને આને સુરક્ષાનો મોટો વિષય ગણાવ્યો છે.
કાશ્મીર પંડિતોને આ ધમકી એવા સમયે આપવામાં આવી છે, જ્યારે કાશ્મીરમાં અનેક કાશ્મીર પંડિતો અને ગેર-કાશ્મીર મજૂરોની ટાર્ગેટેડ કિલ્લિંગ્સ પછી કાશ્મીરમાં વડાપ્રધન પેકેજ હેઠળ કામ કરનારાઓ અનેક કાશ્મીર પંડિતો કાશ્મીર છોડીને જતા રહ્યાં છે અને સુરક્ષા આપવાની માંગણી કરી રહ્યાં છે.
આ ઓનલાઈન ધમકીમાં કાશ્મીરી પંડિતોના નામ ઉપરાંત મુસલમાનોના નામ પણ સામેલ છે. ઓનલાઈન ધમકીમાં તેવો આરોપ લગાવ્યો છે કે દિલ્હીનો નેરેટિવ અને હિન્દુત્વનો એજન્ડા ફેલાવવાનું કામ થઇ રહ્યું છે.
ધમકીમાં તેવું પણ લખવામાં આવ્યું છે કે રજિસ્ટેન્સ ફોર્સે પહેલા પણ આવી રીતના હુમલાઓનું કારણ જણાવ્યું છે અને આગળ પણ આવી રીતના હુમલાઓ ચાલું રહેશે.
કાશ્મીર ફાઈટ્સ બ્લોગે હાલના દિવસોમાં જ કાશ્મીરના અનેક પત્રકારોને પણ ધમકી આપી હતી અને આ પત્રકારો પર પોલીસ અને સેના માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે પત્રકારોને ધમકી આપવાના કેસમાં એફઆઈઆર પણ નોંદી હતી અને જણાવ્યું હતુ કે, ધમકી લશ્કર અને ટીઆરએફે આપી હતી.
પોલીસે પત્રકારોને ધમકી આપવાના આ કેસમાં એક એફઆઈઆર પણ નોંધી હતી અને જણાવ્યું હતુ કે, ધમકી લશ્કર અને ટીઆરએફે આપી હતી.
કાશ્મીર ફાઈટ્સ બ્લોગ કાશ્મીર ઘાટીમાં બ્લેક લિસ્ટ છે. કાશ્મીર પંડિતોને હાલમાં આપવામાં આવેલી ધમકીનો સ્ક્રિન શોર્ટ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (કેપીએસએસ)એ ટ્વિટ કર્યું છે. કેપીએસએસ કાશ્મીરમાં કાશ્મીર પંડિતો માટે કામ કરનાર એક સંગઠન છે.
Advertisement