Gujarat Exclusive > ગુજરાત > મહિલા અત્યાચારના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જરૂરી: વૈંકેયા નાયડુ

મહિલા અત્યાચારના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જરૂરી: વૈંકેયા નાયડુ

0
133

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ કરાઇ એકેડમી ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુના હસ્તે પોલીસ દળની શ્રેષ્ઠતાનું પ્રતિક રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યું હતું. દેશ અને રાજ્યના સામાજિક અને આર્થિક ગ્રોથ વિશે વાત કરતાં વૈંકેયા નાયડુએ જણાવ્યું કે, સમાજમાં રાજ્યની પોલીસની ભૂમિકા ખુબ જ મહત્વની છે. બાળકો અને મહિલાઓ ઉપર થતાં અત્યાચારો સામે પોલીસે વધુ ઝડપી કાર્યવાહી કરીને તેમને સજા સુધી પોંહચાડવા પડશે તો જ પીડિતોને ન્યાય આપું શકીશું. મહિલા અત્યાચારના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવી જરૂરી છે. તો જ આ પ્રકારના ગુના અટકશે અને દોષિતોને ઝડપી સજા આપવામાં આવશે.

ગુજરાત પોલીસને અભિનંદન આપતાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનો દિવસ છે. આ ક્ષણ માટે વર્ષ 1960થી ગુજરાત પોલીસમાં સેવા આપનાર પૂર્વ અને વર્તમાન તમામ પોલીસ જવાનો – અધિકારીઓ ખુબ જ દંડતાથી સામને કરીને ગુજરાત પોલીસ આ ગૌરવશાળી મુકામે પર આવી પહોંચી છે.

ઉપરાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો અપલોડ કરી અને ગુજરાતીમાં પોલીસ કર્મીઓને અભિનંદ પાઠવીને પોતાને આ અવસર પ્રાપ્ત થયો તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાત સુરક્ષા સેતુ, સાયબર સુરક્ષા, પોલીસ પોર્ટલ, gujkop, પિનાક સોફ્ટવેર જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ અને નવા આયામો થકી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે છે. ગુજરાતને 1600 કિમી નો સૌથી લાંબો દરિયા કિનારોની સુરક્ષા ગુજરાત પોલીસ અચોકસાઈ પૂર્વક રાખી રહી છે. ગુજરાતને દરિયાઈ સુરક્ષા માટે નવીન મરીન પોલીસ કમાન્ડો ફોર્સની પણ રચના કરવામાં આવી રહી છે. જવાનોને ભૂતકાળમાં ઈન્ડો પાક વોર, અક્ષરધામ મંદિર ઉપર આંતકવાદી હુમલો અને અમદાવાદ ખાતે સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ વખતે ખુબ જ ગંભીરતાપૂર્વક સામનો કરી પોતાની બહાદુરતા બતાવી છે. જે તમે લોકો માટે ગૌરવ સમાન છે.

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા વિપક્ષ નેતાની માંગ, અધ્યક્ષને મોકલી અરજી