Gujarat Exclusive > રાજનીતિ > ખેડૂતો સરકારથી નારાજ, પરંતુ આ બાબતે PM મોદીને આપશે સમર્થન

ખેડૂતો સરકારથી નારાજ, પરંતુ આ બાબતે PM મોદીને આપશે સમર્થન

0
352

દેશના સૌથી મોટા ડુંગળીઓના માર્કેટમાં સવારે 9 વાગ્યાથી જ ડુંગળી ભરેલા ટ્રકો આવવવાનું શરૂ થઈ ગયું છે. આ માર્કેટમાં દરરોજ 20 થી 35 હજાર ટન ડુંગળીનું ખરીદ-વેચાણ થાય છે. ચૂંટણીના માહોલમાં પણ ડુંગળીનો પાક લેતા ખેડૂતોની પોતાની સમસ્યાઓ છે.

ધાનેરી ગામથી આવેલા ભાસ્કર તિડકે નામના ખેડૂતે જણાવ્યું કે, કૃષિમાં ખાતર અને અન્ય ચીજોના ભાવ વધ્યા છે, પરંતુ અમારા પાકની યોગ્ય કિંમત અમને નથી મળતી. જેના કારણે અમારે નુક્સાન ભોગવવાનો વારો આવે છે. સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યાના કારણે ખેડૂતની હાલત કફોડી બની છે. તિડકેની જેમ જ અન્ય ખેડૂતો પણ ડુંગળીની ઓછી કિંમતના કારણે નારાજ જોવા મળી રહ્યા છે.

ખેડૂતોને ડુંગળીના 425 રૂપિયાથી લઈને 870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળી રહ્યો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, તેમને ફાયદો થાય તે માટે ઓછામાં ઓછા 1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળવો જોઈએ. માર્કેટમાં આવેલા ખેડૂતોએ જણાવ્યું કે, વર્ષ 2014માં અમે નરેન્દ્ર મોદીને મત આપ્યો હતો, પરંત આ વખતે વિચારવા મજબૂર થયા છીએ.

અહેમદનગરના ખેડૂતોએ જણાવ્યું કે, શરદ પવાર ખેડૂતોની સમસ્યાથી વાકેફ છે. નરેન્દ્ર મોદીએ વેપારીઓ અને શહેરમાં રહેનાર લોકો માટે જ કામ કર્યું છે. આમ છત્તા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાબતે વડાપ્રધાન મોદીનું સમર્થ કરીએ છીએ.

31 વર્ષના ખેડૂત બાબાસાહેબે જણાવ્યું કે, પીએમ મોદી પાકિસ્તાનને જડબોતોડ જવાબ આપી રહ્યા છે. જ્યારે અન્ય ખેડૂતોએ જણાવ્યું કે, અન્ય પાર્ટીના નેતાઓની સરખામણીમાં નરેન્દ્ર મોદી ત્વરીત એક્સન લઈ રહ્યા છે.

લાસલ ગામ ડિંડોરી સંસદિય વિસ્તારમાં આવે છે. અહીંથી એનસીપીના ઉમેદવાર ધનરાજ મહાલ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે પોતાના સાંસગ હરિશચંન્દ્ર ચૌહાણને ટિકીટ આપી છે. અહી આગામી 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.