નોઈડા: ખેડૂતોને આપેલા વચનો પૂરા ન કરવાનો કેન્દ્ર પર આરોપ લગાવતા, ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે સોમવાર કૃષિ મુદ્દાઓ પર દેશભરમાં “વિશ્વાસઘાત દિવસ” તરીકે ઉજવવામાં આવશે. કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ રવિવારે દાવો કર્યો હતો કે 9 ડિસેમ્બરના રોજ સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોના પત્રના આધારે દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી ચાલતો વિરોધ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ વચનો અધૂરા રહી ગયા.
ટિકૈતે એક ટ્વિટમાં કહ્યું- “સરકાર દ્વારા ખેડૂતો સાથે વચન તોડવા વિરોધમાં 31 જાન્યુઆરીએ દેશવ્યાપી વિશ્વાસઘાત દિવસ મનાવવામાં આવશે. સરકારે નવ ડિસેમ્બરે જે પત્રના આધાર પર આંદોલન સ્થગિત કર્યું હતુ, સરકારે તેમાંથી એકપણ વચન પૂર્ણ કર્યું નથી.”
सरकार द्वारा किसानों से वादाखिलाफी के खिलाफ कल 31 जनवरी को देशव्यापी “विश्वासघात दिवस” मनाया जाएगा ।
सरकार के 9 दिसंबर के जिस पत्र के आधार पर आन्दोलन स्थगित किया गया था, सरकार ने उनमें से कोई वादा पूरा नहीं किया है .!#FarmersProtest #विश्वासघात_दिवस pic.twitter.com/dBAlfXCGUI
— Rakesh Tikait (@RakeshTikaitBKU) January 30, 2022
નવેમ્બર 2020માં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ દિલ્હીની સરહદો પર વિરોધ શરૂ કર્યો, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગણી કરી હતી.
સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય માટે પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટેની કાયદેસર ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પર વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી ખેડૂતોએ ડિસેમ્બરમાં દિલ્હીની સરહદો ખાલી કરી દીધી હતી.