Gujarat Exclusive > રાજનીતિ > ખેડૂત આંદોલનની આગ મુંબઈ પહોંચી, આજે આઝાદ મેદાનમાં રેલી

ખેડૂત આંદોલનની આગ મુંબઈ પહોંચી, આજે આઝાદ મેદાનમાં રેલી

0
87

મુંબઈ: મહારાષ્ટ્રના 21 જિલ્લાઓના સેંકડો ખેડૂતો મુંબઈના આઝાદ મેદાન પહોંચી ચૂક્યાં છે. આ ખેડૂતો નવા કૃષિ કાયદા (Farm Laws In India) વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલનનું (Farmers Protest) સમર્થન કરી રહ્યાં છે. મુંબઈ પહોંચેલા ખેડૂતો આજે એક રેલીમાં (Farmers Rally In Mumbai) ભાગ લેવાના છે. જેનું આયોજન અખિલ ભારતીય કિસાન સભા તરફથી કરવામાં આવી રહ્યું છે. આ રેલી સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે થવા જઈ રહી છે.

અખિલ ભારતીય કિસાન સભાની રેલીમાં NCP ચીફ શરદ પવાર (Sharad Pawar) અને રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ પણ સામેલ થશે.

આ પણ વાંચો:  નેપાળના PM કેપી શર્મા ઓલીને ફટકો, સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ કર્યા બહાર

જણાવી દઈએ કે, આ બન્ને પાર્ટીઓ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાવિકાસ આઘાડીનો ભાગ છે. આ ગઠબંધનની અન્ય એક પાર્ટી શિવસેનાના (Shiv Sena) પણ કોઈ મોટા નેતા આ રેલીમાં (Farmers Rally In Mumbai) સામેલ થઈ શકે છે. આ રેલી બાદ મુંબઈના આઝાદ મેદાનથી રાજભવન સુધી પ્રોટેસ્ટ માર્ચ (Farmers Protest March) નીકાળવામાં આવશે. જે બાદ એક પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને આવેદન સોંપશે.

ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાના (Farm Laws In India) વિરોધમાં દિલ્હીની બોર્ડરો પર 26 નવેમ્બરથી ખેડૂતો ધરણાં (Farmers Protest) કરી રહ્યાં છે. આ ખેડૂતો કૃષિ કાયદાને (Farm Laws In India) રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે પણ નવા કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલનને (Farmers Protest) લઈને દાખલ અલગ-અલગ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ કાયદાના અમલ પર રોક લગાવી દીધી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9