Gujarat Exclusive > દેશ-વિદેશ > મુજફ્ફરનગરમાં રવિવારે ખેડૂતોની મહાપંચાયત, તંત્ર એલર્ટ

મુજફ્ફરનગરમાં રવિવારે ખેડૂતોની મહાપંચાયત, તંત્ર એલર્ટ

0
53

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં મુજફ્ફરનગરમાં રવિવારે ખેડૂતોની મહાપંચાયત યોજાવાની છે. સરકારથી લઇને સ્થાનીક તંત્ર તેની પર નજર રાખી રહ્યુ છે. તંત્રએ મહાપંચાયત પહેલા નજર માટે પુરતી વ્યવસ્થા કરી છે. તંત્રએ 1000થી વધારે કર્મીઓ ધરાવતી પીએસીની આઠ કંપનીઓ અને આ સિવાય મેરઠ વિસ્તારના તમામ જિલ્લાના લગભગ 1 હજારથી વધારે પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

જે જગ્યાએ મહાપંચાયત થઇ રહી છે, આ સિવાય શહેરના અન્ય વિસ્તારમાં પણ સુરક્ષાદળની તૈનાતી કરવામાં આવી છે. પોલીસ અધિકારી અભિષેક યાદવે કહ્યુ, મુજફ્ફરનગર સિવાય સહારનપુર, મેરઠ, ગાજિયાબાદ, શામલી અને બાગપત જિલ્લાના આશરે 1000 પોલીસ કર્મી 5 સપ્ટેમ્બરના કાર્યક્રમ સ્થળ તરફ જતા રાજમાર્ગો અને લિંક રોડ પર તૈનાત થશે, તેમણે કહ્યુ કે મહાપંચાયત દરમિયાન કોઇ પણ ઘટનાને રોકવા માટે ડિજિટલ કેમેરાથી લેસ વિશેષ ડ્રોન દરેક સેકન્ડની ઘટનાની લાઇવ તસવીરો મોકલશે. સુરક્ષાના હિસાબથી મુજફ્ફરનગરના તમામ ચાર રસ્તા પર સીસીટીવી લગાવવામાં આવશે.

ભારતીય કિસાન સંઘ (બીકેયૂ) દ્વારા કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કેટલાક સંગઠનો દ્વારા સમર્થિત કિસાન મહાપંચાયત મુજફ્ફરનગરના રાજકીય ઇન્ટર કોલેજ મેદાનમાં આયોજિત કરવામાં આવશે. આયોજકોએ દાવો કર્યો છે કે આ મહાપંચાયત એક સ્થળ પર ખેડૂતોની અત્યાર સુધીની સૌથી મોટી સભા હશે જ્યા તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ બંગાળ મૉડલને પુનજીવિત કરવાની રણનીતિ તૈયાર કરશે.

આ પણ વાંચો: અમેરિકા ચીન પાસેથી કપાસની ખરીદી કરશે નહીં, ભારત પાસે મોટી તક

ભારતીય કિસાન સંઘના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યુ, નરેન્દ્ર મોદી સરકાર તે ત્રણ કૃષિ કાયદા વિશે અમારી ફરિયાદો સાંભળવા માટે તૈયાર નથી, જે ખેડૂતો માટે મોતની ઘંટડી વગાડવા તૈયાર છે અને માત્ર કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓને લાભ પહોચાડવા માટે બનાવવામાં આવ્યા છે. ખેડૂતો માટે મુજફ્ફરનગરમાંથી ભાજપને ઉખાડી ફેકવાનું અભિયાન શરૂ કરવાનો સમય આવી ગયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat