Gujarat Exclusive > દેશ-વિદેશ > ટ્રેક્ટર માર્ચ માટે દિલ્હી પોલીસની મંજૂરી મળવાનો ખેડૂત સંગઠનનો દાવો, 2 લાખથી વધુ ટ્રેક્ટર તૈયાર

ટ્રેક્ટર માર્ચ માટે દિલ્હી પોલીસની મંજૂરી મળવાનો ખેડૂત સંગઠનનો દાવો, 2 લાખથી વધુ ટ્રેક્ટર તૈયાર

0
89

નવી દિલ્હી: ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે, તેમને પ્રજાસત્તાક પર્વ (Republic Day) પર ટ્રેક્ટર રેલી (Farmers Tractor March) માટે દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી ગઈ છે. જ્યારે દિલ્હી પોલીસે (Delhi Police) સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, પ્રદર્શનકારી ખેડૂતો સાથે ચર્ચા ચાલી રહી છે.

ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને (Farmers Tractor March) લઈને શનિવારે દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ સાથે ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો અને પોલીસ તરફથી આ પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા છે.

ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, 5 અલગ-અલગ માર્ચ (Farmers Tractor March) થશે અને અમે દરેક માર્ચ માટે અલગ-અલગ મેપ બનાવીશું. જ્યારે તૈયાર થઈ જશે, ત્યારે અમે તેને શેર કરીશું. પંજાબ અને હરિયાણાના ખેડૂતોનો મોટો કાફલ દિલ્હીમાં 26 જાન્યૂઆરીની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીમાં (Republic Day Tractor Rally) ભાગ લેવા માટે નીકળી પડ્યો છે. સિંઘુ બોર્ડર પર લાઈનમાં સેંકડો ટ્રેક્ટર-ટ્રોલીઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ભારત-ચીનના કોર કમાન્ડર્સ આજે ફરીથી મળશે, સરહદ પર તનાવ ઓછો કરવા થશે ચર્ચા

રેલીમાં 2 લાખથી વધુ ટ્રેક્ટર સામેલ થશે
ખેડૂત સંગઠનોના જણાવ્યા મુજબ, આ રેલીમાં (Farmers Tractor March) બે લાખથી વધુ ટ્રેક્ટર સામેલ થશે. આ રેલી માટે 5 માર્ગ નક્કી કરવામાં આવ્યાં છે. ટ્રેક્ટર પરેડ (Republic Day Tractor Rally) દિલ્હીના ગાજીપુર, સિંઘુ અને ટીકરી બોર્ડરથી શરૂ થશે. દરેક રસ્તા પર ખેડૂત ટ્રેક્ટરોથી 100 કિલોમીટરનો રસ્તો નક્કી કરશે. જેમાં 70 થી 75 ટકા રસ્તો દિલ્હીમાં હશે, જ્યારે અન્ય રસ્તો દિલ્હીની બહાર હશે.

કેવો હશે રૂટ?
સિંઘુ બોર્ડર: ટ્રેક્ટર પરેડ (Republic Day Tractor Rally) નો એક સંભવિત રૂટ ગાંધી ટ્રાન્સપોર્ટ નગર હશે. જ્યાંથી પરેડ કંઝાવાલા અને બવાના વિસ્તારમાં થઈને પસાર થશે અને પરત પ્રદર્શન સ્થળ પર આવશે.

ટીકરી બોર્ડર: ખેડૂત પ્રદર્શન સ્થળથી પોતાની પરેડ શરૂ કરશે અને અહીં નાંગલોઈ, નઝફગઢ, બાદલી અને કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેથી પસાર થશે.

સ્વયંસેવક તૈનાત રહેશે
ટ્રેક્ટરોની અવર-જવરમાં સરળતા રહે, તે માટે 2500 સ્વયં સેવક તૈનાત રહેશે. ભીડ મુજબ, તેમની સંખ્યા વધારવામાં પણ આવી શકે છે.

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના ખેડૂતો નવેમ્બરના અંતથી સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ધરણાં કરી રહ્યાં છે. તેઓ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા 3 કૃષિ કાયદાને (Farm Laws 2020) રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9