Gujarat Exclusive > The Exclusive > ખેડૂતોએ બ્લોક કર્યો દિલ્હી-અમૃતસર હાઇવે, ગાજીપુર બોર્ડર ઉપર પણ થયા એક્ઠા

ખેડૂતોએ બ્લોક કર્યો દિલ્હી-અમૃતસર હાઇવે, ગાજીપુર બોર્ડર ઉપર પણ થયા એક્ઠા

0
65

આજે ભારત બંધ છે. સંયુક્ત કિસાન મોર્ચાએ નવા કૃષિ કાયદાઓને એક વર્ષ પૂરા થવા પર આ બંધનું એલાન કર્યું છે. કિસાન સંગઠન ઈચ્છે છે કે સરકાર ત્રણ નવા કૃષિ કાયદાઓને તાત્કાલિક પરત લે.

ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે.

ગયા વર્ષે દેશના અનેક રાજ્યોમાં આ નવા કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Farmers Protest) શરુ થયું હતું. આજે કિસાન આંદોલનને 300 દિવસ પણ પૂરા થઈ રહ્યા છે. સંયુક્ત કિસાન મોર્ચામાં કુલ 40 ખેડૂત સંગઠન સામેલ છે. આ ઉપરાંત અનેક રાજકીય પાર્ટીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.

તમિલનાડુ, છત્તીસગઢ, કેરળ, પંજાબ, ઝારખંડ અને આંધ્ર પ્રદેશની રાજ્ય સરકારોએ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે.

હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, રાહત અને બચાવ કાર્ય સહિત તમામ ઇમરજન્સી પ્રતિષ્ઠાનો આવશ્યક સેવાઓ અને વ્યક્તિગત ઇમરજન્સી સ્થિતિઓમાં ભાગ લેનારા લોકોને છુટ આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat