Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં ખેડૂતોની નારાજગી ભાજપને પડશે ભારે!

ગુજરાતમાં ખેડૂતોની નારાજગી ભાજપને પડશે ભારે!

0
351

ગુજરાતમાં ખેડૂતોની નારાજગી આ વખતે ભાજપને ભારે પડી શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ખેડૂતો ખાસ્સા નારાજ જોવા મળી રહ્યા છે. તેમની નારાજગી પાછળ મૂળ કારણ, પાક વીમો અને પાકની યોગ્ય કિંમત ના મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, ગુજરાતમાં ઓછા વરસાદની સીધી અસર કપાસના પાક પર પડી હતી. ખેડૂતોને એવી અપેક્ષા હતી કે, તેમને પાક નિષ્ફળ જતા થયેલા નુક્સાન ના બદલે 60 ટકા સુધીનો પાક વીમો મળશે, પરંતુ પાકવીમા દ્વારા તેમને 17 થી 41 ટકા સુધીનું જ વળતર આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત મગફળીની ખરીદીમાં થઈ રહેલા વિલંબ અને તેની યોગ્ય કિંમત ના મળવાના કારણે પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોનો આ ગુસ્સો પરિણામોને પ્રભાવિત કરી શકે છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને ગુજરાત વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય પણ છે. આથી સૌની નજર ગુજરાત પર મંડરાયેલી છે.