Gujarat Exclusive > દેશ-વિદેશ > જ્યારે તલવાર કાઢીને પોલીસ પાછળ દોડ્યો આંદોલનકારી ખેડૂત

જ્યારે તલવાર કાઢીને પોલીસ પાછળ દોડ્યો આંદોલનકારી ખેડૂત

0
194

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરૂદ્ધ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયુ હતું. ખેડૂતો કેટલીક જગ્યાએ બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે બાદ તેમણે રોકવા માટે દિલ્હી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુસ્સે થયેલો એક ખેડૂત તલવાર લઇને પોલીસ પાછળ દોડ્યો હતો.farmer

 

અક્ષર ધામ મંદિર પાસે એનએચ 24 પર પોલીસે ખેડૂતોને રોકવા માટે બેરિકેડિંગ લગાવી હતી. કેટલાક ખેડૂતોના જથ્થાએ ટ્રેક્ટર સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી તરફ ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડી તેમની પર લાઠીચાર્જ કર્યો હતો.farmer

આ પણ વાંચો: તસવીરોમાં જુઓ ખેડૂતોનું પ્રદર્શન, દિલ્હીમાં ખેડૂત-પોલીસ વચ્ચે ટકરાવ farmer

મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરૂદ્ધ આ ખેડૂત મહિનાથી દિલ્હી બોર્ડર પર આસપાસના રસ્તા પર બેઠેલા છે અને આજે ટ્રેક્ટર રેલી દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ગાજીપુરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ લાઠીચાર્જ કરવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

દિલ્હી પોલીસે ખેડૂતોને રોકવા માટે બોર્ડર પર મોટા મોટા કંટેનર લગાવ્યા હતા. ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ આવા જ કંટેનરને સાઇડમાં ખસેડ્યો હતો અને દિલ્હી તરફ કૂચ કરી હતી. દિલ્હી પોલીસના તમામ પ્રયાસ ખેડૂતોને રોકવા માટે નિષ્ફળ રહ્યા હતા.

ખેડૂતોએ પહેલા જાહેરાત કરી હતી કે તે લાલ કિલ્લા સુધી પરેડ કાઢવા માંગે છે પરંતુ દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી નહતી. હવે જ્યારે દિલ્હીમાં ઘર્ષણની સ્થિતિ છે ત્યારે કેટલાક ખેડૂત ટ્રેક્ટર લઇને લાલ કિલ્લા સુધી પહોચી ગયા છે અને સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9