Gujarat Exclusive > દેશ-વિદેશ > કૃષિ કાયદા વિરુદ્ધ હજારો ખેડૂતોની નાસિકથી મુંબઈ તરફ કૂચ

કૃષિ કાયદા વિરુદ્ધ હજારો ખેડૂતોની નાસિકથી મુંબઈ તરફ કૂચ

0
114
  • રેલીને NCP નેતા શરદ પવાર, કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટ અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સંબોધિત કરી શકે છે Farmer Protest

  • સોમવારે મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોનું ‘મહાપડાવ આંદોલન’ થશે

નવી દિલ્હી: કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન માટે મહારાષ્ટ્રના નાસિક જિલ્લા સહિત બાકી હિસ્સાના હજારો ખેડૂતો મુંબઈ રવાના થઇ ગયા છે. આ ખેડૂત મુંબઈ પહોંચી 25 જાન્યુઆરીના રોજ એક રેલીમાં ભાગ લેશે. જેનું આયોજન અખિલ ભારતીય કિસાન સભા તરફથી કરવામાં આવી રહ્યું છે. Farmer Protest

મીડિયા રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સંબોધિત કરી શકે છે. રેલી સિવાય એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર પણ સોંપશે. Farmer Protest

રેલીમાં સામેલ થવા માટે રવિવારે સવારે નાસિક-મુંબઈ મહામાર્ગ પર હજારો ખેડૂતો ઉતર્યા છે. ખેડૂત નાસિકના કસારા ઘાટથી ચાલીને મુંબઈ તરફ આગળ વધી રહ્યા છે. સોમવારે મુંબઈના આઝાદ મેદાનમાં આ ખેડૂતોનું ‘મહાપડાવ આંદોલન’ થશે. Farmer Protest

દિલ્હી સરહદે પણ ખેડૂતોનું આંદોલન

ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીની સરહદ પર પ્રદર્શનકારી ખેડૂતો 26 નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂત કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો આ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે, તેની સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) કાયદાની માંગ કરી રહ્યા છે. Farmer Protest

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોના આંદોલનને લઇ દાખલ જુદી-જુદી અરજીઓ પર સુનાવણી પછી આ કાયદાના અમલ પર રોક લગાવી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં મોટી ચૂક, CM ઉદ્ધવ ઠાકરેની સાઈન કરેલી ફાઈલ સાથે છેડછાડ

ટ્રેક્ટર રેલી માટે ખેડૂતોને પોલીસ પાસેથી મળી સંમતિ

ખેડૂત સંગઠનોએ ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે ટ્રેક્ટર રેલી નિકાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂત પરેડ થશે અને તે માટે ફાઈનલ રૂટ સવાર સુધી મીડિયાને જણાવી દેવામાં આવશે. ગણતંત્ર દિવસે અમે દિલ્હીની અંદર આવીશું. કેટલાક રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તેના પર સહમતિ બની ગઈ છે. Farmer Protest

રેલીમાં 2 લાખથી વધુ ટ્રેક્ટર સામેલ થશે

ખેડૂત સંગઠનોના જણાવ્યા મુજબ, આ રેલીમાં બે લાખથી વધુ ટ્રેક્ટર સામેલ થશે. આ રેલી માટે 5 માર્ગ નક્કી કરવામાં આવ્યાં છે. ટ્રેક્ટર પરેડ દિલ્હીના ગાજીપુર, સિંઘુ અને ટીકરી બોર્ડરથી શરૂ થશે. દરેક રસ્તા પર ખેડૂત ટ્રેક્ટરોથી 100 કિલોમીટરનો રસ્તો નક્કી કરશે. જેમાં 70 થી 75 ટકા રસ્તો દિલ્હીમાં હશે, જ્યારે અન્ય રસ્તો દિલ્હીની બહાર હશે. Farmer Protest

કેવો હશે રૂટ?

સિંઘુ બોર્ડર: ટ્રેક્ટર પરેડનો એક સંભવિત રૂટ ગાંધી ટ્રાન્સપોર્ટ નગર હશે. જ્યાંથી પરેડ કંઝાવાલા અને બવાના વિસ્તારમાં થઈને પસાર થશે અને પરત પ્રદર્શન સ્થળ પર આવશે. Farmer Protest

ટીકરી બોર્ડર: ખેડૂત પ્રદર્શન સ્થળથી પોતાની પરેડ શરૂ કરશે અને અહીં નાંગલોઈ, નઝફગઢ, બાદલી અને કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેથી પસાર થશે.

સ્વયંસેવક તૈનાત રહેશે

ટ્રેક્ટરોની અવર-જવરમાં સરળતા રહે, તે માટે 2500 સ્વયં સેવક તૈનાત રહેશે. ભીડ મુજબ, તેમની સંખ્યા વધારવામાં પણ આવી શકે છે.

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના ખેડૂતો નવેમ્બરના અંતથી સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ધરણાં કરી રહ્યાં છે. તેઓ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. Farmer Protest

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9