Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન એક પ્રદર્શનકારીનું મોત

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન એક પ્રદર્શનકારીનું મોત

0
103

નવી દિલ્હી: ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન એક ખેડૂતના મોતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇટીઓ પાસે એક પ્રદર્શનકારીનું મોત થયુ છે. આ ઘટના દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પાસે બની છે. ટ્રેક્ટર પલટી જતા એક ચાલકનું મોત થયુ હતું. Farmer Protest

દિલ્હીમાં ખેડૂત પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ હિંસા પણ થઇ હતી. દિલ્હીની સરહદો પર છેલ્લા 2 મહિનાથી ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂતો ટ્રેક્ટર લઇને લાલ કિલ્લા સુધી પહોચી ગયા હતા.

આઇટીઆઇ પાસે પહોચેલા ખેડૂતોને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના ગોળા પણ છોડ્યા હતા. સિંધુ બોર્ડરથી જે ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોની જે ટુકડી ચાલી હતી તે રિંગરોડ તરફ વધી હતી.Farmer Protest

આ પણ વાંચો: તસવીરોમાં જુઓ ખેડૂતોનું પ્રદર્શન, દિલ્હીમાં ખેડૂત-પોલીસ વચ્ચે ટકરાવ Farmer Protest

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ નીકળી હતી. ટ્રેક્ટર રેલી દરમિયાન આઇટીઓ સહિત દિલ્હીમાં કેટલીક જગ્યાએ ખેડૂત પ્રદર્શનકારી અને પોલીસના જવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતું. કેટલીક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી જ્યારે કેટલીક જગ્યાએ પોલીસ કર્મીને માર મારવામાં આવ્યો હોવાની પણ ઘટના બની હતી. નોઇડા અને ગાજિયાબાદમાં પણ ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસે હાથ જોડી ખેડૂતોને રોકવા અપીલ કરી 

પોલીસે પ્રદર્શન કરતા ખેડૂતોને હાથ જોડીને પરત ફરવાની અપીલ કરી હતી. બીજી તરફ ખેડૂતો પ્રદર્શન કરી લાલ કિલ્લાના પરિસરમાં દાખલ થયા હતા.અહી કેટલાક ખેડૂતો લાલ કિલ્લા પરિસર પાસે ટ્રેક્ટર પર ફરતા જોવા મળ્યા હતા.  લાલ કિલ્લા સુધી પ્રદર્શનકારી ખેડૂતોને પહોચતા રોકવા માટે પોલીસે તમામ તૈયારી કરી હતી. ખેડૂતોના રસ્તા પર પોલીસે મોટા મોટા બેરિકેડ્સ લગાવી દીધા હતા પરંતુ ખેડૂત અહી સુધી પહોચી ગયા હતા. પ્રદર્શનકારી ખેડૂતો બેરિકેડને તોડીને લાલ કિલ્લા સુધી પહોચ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9