Gujarat Exclusive > દેશ-વિદેશ > પંજાબના ખેડૂતો દિલ્હીમાં નાખશે ધામા, છ મહિનાનું કરિયાણું સાથે લઈને આવશે

પંજાબના ખેડૂતો દિલ્હીમાં નાખશે ધામા, છ મહિનાનું કરિયાણું સાથે લઈને આવશે

0
151

પંજાબના 30 ખેડૂત સંગઠનોએ 21 નવેમ્બરે માલગાડીઓ ઉપરાંત પેસેન્જર ગાડીઓને પણ ચાલવાની છૂટ આપી દીધી છે પરંતુ 26-27 નવેમ્બરે ‘દિલ્હી કૂચ’ (દિલ્હી ચલો)ની તૈયારીઓ જોર-શોરમાં ચાલી રહી છે. પંજાબનો દરેક વર્ગ ખેડૂતો સાથે ઉભેલો નજરે આવી રહ્યો છે. લોકો ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શન કરવા માટે ચંદો, દાળ-લોટ વગેરે આપી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ છ મહિનાનું રાશન ભેગું કરીને દિલ્હી જઈ રહ્યાં છે કેમ કે, તેમને પોતાને જ ખબર નથી કે, આ આંદોલન કેટલો લાંબો ચાલશે. પંજાબના ખેડૂતોને આશા છે કે, તેમની દિલ્હી કૂચ આંદોલન સફળ થશે અને તેઓ ખેડૂત વિરોધી કાયદો પરત લેવડાવવામાં સફળ રહશે. દિલ્હી પોલીસ અને પ્રશાસને ખેડૂતોને પ્રદર્શનની પરવાનગી આપી નથી. Farmer Protest

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ પંજાબ-હરિયાણા અને દિલ્હી-હરિયાણા બોર્ડર પર કડકાઇ દાખવવાની જાહેરાત કરી છે. પરંતુ પંજાબના ખેડૂતો પોતાના મક્કમ મનોબળને લઈને આશાવાદી છે. દિલ્હી કૂચ આંદોલનમાં મહિલાઓ, યુવાઓ અને બાળકો જોર-શોરથી ભાગ લઈ રહ્યાં છે. Farmer Protest

ખેડૂત યૂનિયનોના ઝંડા હેઠળ વિભિન્ન ગામડાઓમાં આંદોલન કરી રહેલી ખેડૂત મહિલાઓ દ્વારા દિલ્હી મોર્ચામાં સામૂહિકતા કરવા ઘરે-ઘર સંદેશો આપવામાં આવી રહ્યો છે. તેઓ કૃષિ કાયદાઓ અને મોદી સરકાર વિરૂદ્ધ નારા લગાવીને લોકોને ભેગા કરી રહ્યાં છે. ખેડૂત નેતા ચરણજીત કૌર, અમરજીત કૌર અને મલકીત કૌરે મીડિયાને જણાવ્યું હતુ કે, “પાછલા 45 દિવસથી પણ વધારે સમયથી પંજાબના રસ્તાઓ પર બેસ્યા છીએ પરંતુ કેન્દ્ર સરકારે અમારી વાત સાંભળી નથી. ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે લડાઇ લડી રહ્યાં છે, તેથી અમે ચૂપ બેસી શકીએ નહીં.” Farmer Protest

આ પણ વાંચો: દિલ્હીમાં ખેડૂતોનું આજે વિરોધ પ્રદર્શન, બોર્ડર સીલ, મેટ્રો પર રોક

સંગરૂરના ખેડૂત નેતા ગોવિંદ સિંહ મંગવાલે અમે જણાવ્યું કે, “ખેડૂત મહિલાઓ દ્વારા અમારા જિલ્લામાં ભાજપા નેતાઓના ઘરો સામે, રિલાયન્સ પમ્પો સામે અને ટોલ પ્લાઝા સામે ખુબ જ મોટા પ્રમાણમાં લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે.” ભારતીય ખેડૂત સંઘ ઉગ્રહાનના વડા જોગિંદરસિંહ ઉગ્રહને જણાવ્યું હતું કે તેમનું સંગઠન દસ જિલ્લાના 351 ગામની મહિલાઓને આંદોલનમાં જોડાવવા માટે ભેગી કરી છે.

ખેડૂતોએ ધરણા માટે ટ્રેક્ટરની ટોલીઓને ઘરોમાં જ સજાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક ટ્રોલીમાં દાળ-આટો, શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પથારીઓ, પાણીની ટાંકીઓ, જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત નેતાએ કહ્યું કે, અમને જ્યાં રોકવામાં આવશે, ત્યાંજ ધરણા પર બેસી જઈશું. ગામડાઓમાં ગુરૂદ્વારોમાં સ્પીકરો દ્વારા સવાર-સાંજ દિલ્હી આંદોલનમાં ભાગ લેવા માટે એનાઉસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. યુવાઓ પોત-પોતાના ગામમાં રેશન, ઈંધણ અને અન્ય જરૂરી વસ્તુઓ ભેગી કરી રહ્યાં છે. યુવા અને વિદ્યાર્થી નેતા અજાયબ સિંહે જાણકારી આપી કે, “અમે બે મહિનાથી પેમ્ફલેટ વહેંચીને અને જનસભાઓ કરીને લોકોને મોદી સરકારે બનાવેલા કાળા કાયદાઓ વિશે જણાવી રહ્યાં છીએ.”

ભારતીય ખેડૂત સંઘ ઉગ્રહંનના જસવિંદરસિંહ સેમાએ માહિતી આપી હતી કે ખેડૂત મહિલાઓને દિલ્હી આંદોલનમાં લઈ જવા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં લોકોએ પોતાની ગાડીઓ અને યુવાઓએ મોટરસાઈકલો પર કૂચ કરવાની તૈયારી કરેલી છે. સેમા અનુસાર માત્ર પાંચ જિલ્લા સંગરૂર, બરનાલા, માનસા, પટિયાલા અને લુધિયાણાથી જ એક લાખથી વધારે લોકો દિલ્હી રવાના થશે. ખેડૂત નેતાઓ ખેડૂતોને અપીલ કરી રહ્યાં છે કે, કેન્દ્ર સરકાર તેમના દિલ્હી આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકાર અનેક શકુની ચાલ ચાલી રહી છે, તેથી અફવાઓ પર ધ્યાન ના આપો. Farmer Protest

ભારતીય ખેડૂત યૂનિયન (ક્રાંતિકારી)ના માંઝા વિસ્તારના નેતા અશોક ભારતીનું કહેવું છે કે, દિલ્હી કૂચને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સામે ચાલીને ચંદો અને રાશન આપી રહ્યાં છે. ભારતીય ખેડૂત યૂનિયન (રાજેવાલ)ના પ્રધાન બલબીર સિંહ રાજેવાલે કહ્યું, “દિલ્હી ચલો આંદોલન દુનિયામાં નવો ઈતિહાસ રચશે. મોદી સરકાર હવે એવા કાયદાઓ બનાવવાના શરૂ કરી દીધા છે, જેનાથી બધુ જ કોર્પોરેટ ગૃહોને વેચવામાં આવી રહ્યું છે. 26 નવેમ્બરે પંજાબ, હરિયાણા, યૂપી, રાજસ્થાન અને દેશના વિભિન્ન રાજ્યોથી ખેડૂત લાખોની સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરશે. બીજા પ્રોગ્રામમાં પંજાબના ધારાસભ્યો અને એમપીને કહેવામાં આવશે કે, તેઓ મોટા પ્રમાણમાં લોકોને લઈને કૂચ કરે. મોદી સરકાર જન-સૈલાબને રોકી શકશે નહીં.” Farmer Protest

કેન્દ્ર સરકારે ખેડૂતોને બીજી વખત મીટિંગ કરવા માટે 3 ડિસેમ્બરનો સમય આપ્યો છે પરંતુ ખેડૂતોએ પાક્કો ઈરાદો કરેલો છે કે, તેઓ 26 નવેમ્બરથી દિલ્હીમાં ધરણા જરૂર શરૂ કરશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9