Gujarat Exclusive > દેશ-વિદેશ > ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા મક્કમ, પોલીસ સાથે બેઠકમાં કોઇ પરિણામ ના આવ્યું

ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા મક્કમ, પોલીસ સાથે બેઠકમાં કોઇ પરિણામ ના આવ્યું

0
150

નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmer Protest)નો 57મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઇને પંજાબ સહિત કેટલાક રાજ્યના ખેડૂત દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો સાથે પોલીસની બેઠકમાં કોઇ પરિણામ આવ્યુ નહતું. સતત ત્રીજા દિવસે પોલીસે ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. બેઠકમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી સામેલ થયા હતા. બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ કર્યુ કે તે કોઇ પણ ભોગે દિલ્હીના આઉટર રિંગ રોડમાં ટ્રેક્ટર માર્ચ કાઢશે.

દિલ્હી પોલીસનું કહેવુ છે કે તે ગણતંત્ર દિવસને જોતા આઉટર રિંગ રોડમાં ટ્રેક્ટર રેલીની પરવાનગી નથી આપી શકતા. દિલ્હી પોલીસે સૂચન આપ્યુ કે ખેડૂત KMP હાઇવે પર પોતાની ટ્રેક્ટર માર્ચ કાઢે. ગણતંત્ર દિવસને જોતા ટ્રેક્ટર માર્ચને સુરક્ષા આપવામાં કઠિનાઇ થશે.

બેઠક બાદ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યુ- પોલીસ ઇચ્છે છે કે ખેડૂત દિલ્હીની બહાર જ રેલી કાઢે પરંતુ આ શક્ય નથી. અમે દિલ્હીની અંદર શાંતિથી રેલી કાઢીશું.

ખેડૂત નેતા દર્શન પાલે કહ્યુ, “બેઠકમાં દિલ્હી પોલીસે કહ્યુ કે આઉટર રિંગ રોડ પર પરવાનગી આપવી મુશ્કેલ છે અને સરકાર પણ તેની માટે તૈયાર નથી પરંતુ અમે કહી દીધુ છે કે અમે રિંગ રોડ પર જ રેલી કરીશું, તેમણે (પોલીસે) કહ્યુ કે અમે જોઇએ છીએ. કાલે અમારી પોલીસ સાથે ફરી બેઠક મળશે.”

મહત્વપૂર્ણ છે કે નવા કૃષિ કાયદા પર ગતિરોધ દૂર કરવા માટે બુધવારે 10માં તબક્કાની બેઠકમાં કેન્દ્ર સરકાર થોડી ઝુંકી હતી અને કાયદાને 1.5 વર્ષ માટે રદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સરકારે ખેડૂત સંગઠન અને સરકારના પ્રતિનિધિઓની એક સંયુક્ત સમિતીની રચના કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે પરંતુ ખેડૂત નેતાઓએ તેને ફગાવી દીધો હતો અને કહ્યુ કે તે એક બીજા સાથે ચર્ચા બાદ કેન્દ્ર સામે પોતાના વિચાર મુકશે.

આ પણ વાંચો: AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?

ટ્રેક્ટર રેલી પર રોકથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર

ટ્રેક્ટર રેલી પર રોલ લગાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ બુધવારે તેને પરત લેવી પડી. કોર્ટે દખલ આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યુ કે ખેડૂતોનું પ્રદર્શન રોકવાનો કોઇ આદેશ જાહેર નથી કરી શકતા. આ મામલે પોલીસને જ નિર્ણય લેવા દો, કારણ કે કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.

પંજાબથી 1140 ટ્રેક્ટર દિલ્હી રવાના

ટ્રેક્ટર રેલી માટે પંજાબના 4 જિલ્લાના 1140 ટ્રેક્ટરમાં સવાર થઇને ખેડૂત બુધવારે દિલ્હી માટે રવાના થયા છે. અમૃતસરથી 850 ટ્રેક્ટરનો જથ્થો રવાના થયો છે. સંગરૂરથી 250 અને મોગાથી 40 ટ્રેક્ટર રવાના થયા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9