Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘તો સમગ્ર દેશ તમારો આભાર માનશે’- ખેડૂતે PM મોદીની માતા હીરા બાને લખ્યો પત્ર

‘તો સમગ્ર દેશ તમારો આભાર માનશે’- ખેડૂતે PM મોદીની માતા હીરા બાને લખ્યો પત્ર

0
232

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws In India) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પંજાબના એક ખેડૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) માતા હીરા બાને (Heeraben Modi) એક પત્ર લખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ખેડૂત પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગોલૂના મોઢ ગામનો રહેવાસી છે.

NDTVના રિપોર્ટનું કહેવું છે કે, ખેડૂતે વડાપ્રધાન મોદીના (PM Modi) માતા હીરા બાને (Heeraben Modi) સંબોધીને લખેલા પત્રમાં કેવી પરિસ્થિતિમાં ખેડૂતો દિલ્હીમાં પ્રદર્શન (Farmers Protest In India) કરી રહ્યાં છે, તે જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ખેડૂતો ત્રણ કાયદાને (Farm Laws In India) નાબૂદ કરવા માંગે છે અને આ સાથે જ દેશની ભૂખ ભાગવામાં ખેડૂતોના યોગદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સિવાય પત્રમાં હીરાબાને (Heeraben Modi) માતૃત્વની તાકાતનો ઉપયોગ કરીને ત્રણ કૃષિ કાયદા પર પોતાના પુત્રને વિચાર બદલવા માટે ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 26 જાન્યુઆરીએ દિલ્હીમાં પાવર કટનું ષડયંત્ર, ખાલિસ્તાન સમર્થક સંગઠને આપી ધમકી

ખેડૂતે શું લખ્યું છે પત્રમાં?
હરપ્રીત સિંહ નામના ખેડૂતે લખ્યું છે કે,

“આ પત્ર હું ભારે મનથી લખી રહ્યો છું. જેમ કે તમે સૌ જાણતા જ હશો આ દેશ અને દુનિયાને ખવડાવનારા અન્નદાતાઓ ત્રણ કાળા કાયદાના (Farm Laws In India) કારણે આવી કાતિલ ઠંડીમાં દિલ્હીના રસ્તા પર સૂવા માટે મજબૂર છે. જેમાં 90-95 વર્ષના વૃદ્ધ, બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. શિયાળો હોવાના કારણે લોકો બીમાર પડી રહ્યાં છે અને શહીદ પણ થઈ રહ્યાં છે. જે અમારા માટે ચિંતાનો વિષય છે.

આ શાંતિપૂર્ણ પ્રદર્શન (Farmers Protest) ત્રણ કાળા કાયદાઓના કારણે થઈ રહ્યું છે. જે અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ જૂથોના કારણે લાવવામાં આવ્યા છે.

હું એ આશા સાથે આ પત્ર લખી રહ્યો છું, તમારા પુત્ર નરેન્દ્ર મોદી (PM Modi) આ દેશના વડાપ્રધાન છે. જે કૃષિ કાયદાને (Farm Laws In India) પરત લઈ શકે છે. મને લાગે છે કે, કોઈ પોતાની માતાની વાત માનવાનો ઈન્કાર ના કરી શકે. જો તેઓ પોતાના પુત્રને ખેડૂતોની વાત સાંભળવા માટે કહેશે, તો સમગ્ર દેશ તેમનો આભાર માનશે.”

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9