Gujarat Exclusive > ગુજરાત > રૂપાણી સરકારની સહાય માટે કયા-કયા તાલુકાના ખેડૂતો પાત્ર તે જાણો

રૂપાણી સરકારની સહાય માટે કયા-કયા તાલુકાના ખેડૂતો પાત્ર તે જાણો

0
233

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રુપાણી સરકારે (Vijay rupani) ચાલુ ચોમાસામાં ભારે વરસાદના લીધે ખેડૂતોએ (farmer-gujarat) લીલા દુષ્કાળનો સામનો કરવો પડતા 3,700 કરોડનું સહાયનું પેકેજ જાહેર કર્યુ છે.

સરકારના જણાવ્યા મુજબ આ સહાય કુલ 27 લાખ ખેડૂતોને મળશે. રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના ખેડૂતોને (farmer-gujarat)મળનારી આ સહાય (financial help) એક રીતે 37 લાખ હેક્ટર જમીનને આવરી લેશે.

રાજ્યના 33 જિલ્લામાંથી 20 જિલ્લાના 123 તાલુકા માટે આ સહાય ફાળવવામાં આવી છે. તેમા અમદાવાદ જિલ્લાના બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા ધોળકા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે ભરૂચના આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝગડિયા, નેત્રંગ, વાગરા, વાલિયાનો સમાવેશ થાય છે.

કેટલા જિલ્લા અને તાલુકામાં સહાય

અમરેલીના અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવનો સમાવેશ થાય છે. આણંદના સોજિત્રા અને તારાપુર તાલુકાના ખેડૂતોનો(farmer-gujarat) પણ આ સહાયમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત બોટાદના બોટાદ બરવાળા, ગઢડા, રાણપુર, ભાવનગરના ભાવનગર, ઉમરાળા, લલ્લભીપુર, જેસર, મહુવા, શિહોરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં પૂરા સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાનો સમાવેસ થાય છે. જૂનાગઢના ભેંસાણ, જૂનાગઢ શહેર, કેશોદ, માળિયા (હા), માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદરનો સમાવેશ થાય છે. જામનગરના ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, પશ્ચિમ કાલાવાડ, લાલપુર તાલુકાનો પણ આ સહાયમાં સમાવેશ થાય છે.

કચ્છના અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ,ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા, રાપરના ખેડૂતોનો(farmer-gujarat) સમાવેશ થાય છે. મોરબી જિલ્લાના હળવદ માળિયા, મોરબી, ટંકારા, વાંકાનેરનો સમાવેશ થાય છે. જ્યારે મહેસાણા જિલ્લામાં બેચરાજી, કડી, મહેસાણાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં મળશે સરકારી સહાય

નવસારી જિલ્લાના જલાલપોર અને નર્મદા જિલ્લાના નાંદોદનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, કોડિનાર, સૂત્રાપાડા, તાલાલા, ઉના, વેરાવળ તાલુકાનો આ સહાયમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ખેડૂત APMC જ નહીં, દેશના કોઈપણ ખૂણે પેદાશ વેચી શકશેઃ CR Patil

પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર, શંખેશ્વરના ખેડૂતોનો (farmer-gujarat) સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા, પોરબંદર અને રાણાવાવનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા પડધરી, રાજકોટ, ઉપલેટા, વીછિયાનો સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ, વઢવાણ તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે સુરત જિલ્લાના બારડોલી, મહુવા માંડવી (સુ), માંગરોળ, ઓલપાડ, ઉમરપાડાનો સમાવેશ થાય છે.

આમ સરકારની વર્તમાન સહાયનો લાભ રાજ્યના કુલ 40 લાખમાંથી 27 લાખ ખેડૂતોને મળશે. એટલે કે 68 ટકા જેટલા ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળશે. આમ સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓના તાલુકાઓના ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી  (DBT)થશે.