Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપ દ્વારા ઉજવાયેલો “ખેડૂત દિવસ” એ ખેડૂતોને મુર્ખ બનાવવાનું વધુ એક તરકટ: AAP

ભાજપ દ્વારા ઉજવાયેલો “ખેડૂત દિવસ” એ ખેડૂતોને મુર્ખ બનાવવાનું વધુ એક તરકટ: AAP

0
51
  • ખાતર બિયારણ,દવા વેચતી કંપનીઓ અબજો રૂપિયા કમાય છે. તો ઉત્પાદન કરનાર કેમ ભૂખે મરે છે

  • નર્મદાનાં પાણીનું પારદર્શી એકાઉન્ટ જ નથી, 50% કરતાં પણ વધારે પાણીનો કોઈ હિસાબ નથી

ગાંધીનગર: ભાજપ સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘ખેડૂત દિવસ’ ની સમાંતરે આમ આદમી પાર્ટી – ગુજરાત દ્વારા ‘ખેડૂત વિરોધી ભાજપ દિવસ’ નો કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોની વ્યથાઓ અને મુદ્દાઓની માહિતી આપીને ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ જાહેર કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ( આપ ) ના મીડિયા તુલી બેનર્જીએ આપેલી વિગતો મુજબ રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવા નિમિત્તે આજે ભાજપ “ખેડૂત દિવસ”ની ઉજવણી કરી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતને લૂંટી રહેલી અને ખેડૂતોની ભાવનાઓ સાથે રમી રહેલી ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મુર્ખ બનાવવાનો આ એક અલગ જ પ્રકારનું તરકટ ગણાવ્યું હતું.

તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની કોઈ અસરકારક એગ્રીકલ્ચર પોલિસી જ નથી. ખેતીની આધુનિકતા તરફના પ્રયાણમાં લઈ જવા માટે ટેક્નોલૉજી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર તરફથી કોઈ જ ઈન્વેસ્ટમેન્ટ નથી. હજી સુધી ગુજરાતમાં કેનાલ નેટવર્ક સંપૂર્ણ રીતે કાર્યરત નથી. કેનાલ ઇરિગેશનની ટકાવારી પીએસએન ખૂબ જ ઘટતી જાય છે. શરૂઆતમાં નિશ્ચિત કરાયેલા કમાન્ડ એરિયાને ઈન્ડસ્ટ્રીને સોંપી દેવામાં આવ્યા હતા. નર્મદાનાં પાણીનું પારદર્શી એકાઉન્ટ જ નથી, 50% કરતાં પણ વધારે પાણીનો કોઈ હિસાબ નથી.

તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં ખેડૂતોને એનપીએમાં વધારવાનું કારણ શું ? ઉતર ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર નીચે જ કેમ છે ? આટલા 27 થી 28 વર્ષ સરકારના સમયગાળામાં ભૂગર્ભ જ્ળ ઊંચા લાવવા માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.

પાણીમાં ક્ષારમાં પણ દિવસે ને દિવસે વધારો થતો જાય છે, જે પાક માટે ફળદ્રુપતા માટે નુકસાન કારક છે. દરેક ગામડામાં એક એક રેવન્યુ તલાટી કે જે ખેડૂતો અને કૃષિ યોજનાને જોડતી કડી છે. ચાર વર્ષ થવા આવ્યા હોવા છતાં તેમની નિમણુંક હજુ સુધી કેમ કરવામાં આવી નથી. પાક વિમાની યોજનાના કેટલા રૂપિયા હજુ સુધી ખેડૂતોને કંપનીએ આપ્યા નથી. તેના માટે સરકારનો કોઈ એક્શન પ્લાન નથી. જેમ હમણાં જ એગ્રીકલ્ચર મીનીસ્ટરે લોકસભામાં જણાવ્યુ કે ગુજરાતમાં 49 કે તેથી વધુ જમીનના પાકનું નુકશાન થયું. જ્યારે હકીકતમાં પાકનું નુકશાન એથી પણ વધારે છે.

ગુજરાતમાં 65 એપીએમસી બંધ હતા આના માટે સશક્ત કરવા કયા પગલાં લેવામાં આવ્યા? ગુજરાતમાં એગ્રીકલ્ચર ઇલેક્ટ્રિસીટીમાં ચાર અલગ અલગ વીજદર છે. તેને એક સમાન કરવા ગુજરાત સરકારે શું પગલાં લીધા. વધુમાં જણાવ્યું છે કે, જમીન માપણીમાં ખેડૂતોને હેરાન કર્યા. ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ 26 વર્ષથી કાગળ પર છે. કરોડો રૂપિયા ખર્ચાય છે.નર્મદા ડેમની નહેર હજુ પહોચાડી શકયા નથી. 18 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પાડવાનું વચન આપવામાં આવ્યું હતું. હજુ માંડ 1.5 લાખ હેક્ટરમાં પહોચ્યું છે. 204 ડેમ હતા. છેલ્લા 22 વર્ષમાં એક પણ મોટા ડેમ ભાજપ સરકારમાં બન્યા નથી. ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ ગયા છે. મગફળી જેવા કાંડ થયા તેમાં પણ મોટા માથા પકડાયા નથી.

તેમણે કહ્યું કે, ડીઝલના ભાવો વધતાં ખેડૂતો પાયમાલ થવાના આરે છે. ટ્રેક્ટર અને ડીઝલના ઉપયોગથી ખેતી થાય છે. તે પાયમાલ થઈ ગઈ છે. પાકિસ્તાન-ચીન જેવા દેશોમાં ડીઝલના ભાવો ઘટાડી દીધા છે. 58% લોકો કૃષિ સાથે છે જ્યારે 17.8% જીડીપી કૃષિ સેક્ટર છે. સરકાર જીએસટીના નામે લૂંટે છે, ભાવનાઓના નામે લૂંટે, બેન્કો સહાયના નામે લૂંટે, બિયારણ ખરીદવાથી માંડીને વહેચવા સુધીમાં ખેડૂતોને સરકારની બુકી નીતિના કારણે પાયમાલ થઈ ગયા છે. સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ હેઠળ કોઈ ખેડૂતની જમીનના નમૂના લેવાયા જ નથી. ખાતર બિયારણ,દવા વેચતી કંપનીઓ અબજો રૂપિયા કમાય છે. તો ઉત્પાદન કરનાર કેમ ભૂખે મરે છે. આથી ભાજપ દ્વારા ઉજવાઈ રહેલો “ખેડૂત દિવસ” એ ખેડૂતોને મુર્ખ બનાવવાના વધુ એક તરકટથી વિશેષ કઈ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat