Gujarat Exclusive > દેશ-વિદેશ > કમ્પ્યૂટર ટેક.ના મંધાતા બિલ ગેટ્સ હવે અમેરિકાના સૌથી મોટા ખેડૂત બની ગયા

કમ્પ્યૂટર ટેક.ના મંધાતા બિલ ગેટ્સ હવે અમેરિકાના સૌથી મોટા ખેડૂત બની ગયા

0
58

વિશ્વના ચોથા સૌથી ધનિક ગેટ્સે અમેરિકાનાં 18 રાજ્યોમાં ખરીદી 2.42 લાખ એકર જમીન

વોશિંગિટનઃ વિશ્વના ચોથા સૌથી ધનિક અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ (Farmer Bill Gates) હવે અમેરિકાના સૌથી મોટા ખેડૂત બની ગયા. તેમણે 18 રાજ્યોમાં 2.42 લાખ એકર જમીન ખરીદી લીધી. આટલી બધી જમીન ખરીધ્યા બાદ ગેટ્સ અમેરિકામાં સૌથી વધુ ખેતીની જમીનના માલિક બની ગયા છે.

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ એરિઝોનાની જમીન સાથે બિલ ગેટ્સ (Farmer Bill Gates) 19 રાજ્યોમાં 2,68,984 એકર જમીનના માલિક છે. જેમાં માત્ર ખેતીની જ જમીન નહીં પણ તમામ પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. તેમાંથી એરિઝઓનાની જમીનમાં તેમની સ્માર્ટ સિટી વસાવવાની યોજના છે.

આ પણ વાંચોઃહરિયાણા: BJP ધારાસભ્યનો ખેડૂતોએ કર્યો વિરોધ, સ્વાસ્થ્ય કર્મીઓને પણ વેક્સીનેશન સેન્ટરથી ભગાવ્યા

આટલા મોટાપાયે જમીન ખરીદીનું કારણ અજાણ

68 વર્ષના બિલ ગેટ્સે (Farmer Bill Gates) લુસિયાનામાં 69 હજાર એકર, અર્કાન્સસમાં 48 હજાર એકર અને એરિઝોનામાં 25 હજાર એકર ખેતીની જમીન ખરીદી છે. જો કે ગેટ્સે આટલી બધી જમીનમાં રોકણ કેમ કર્યું તે હજુ જાણવા મળ્યું નથી.

અલબત્ત ગેટ્સે આ જમીન સીધી રીતે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ટિટી કાસ્કેડ ઇન્વેસ્ટમેન્ટ દ્વ્રારા ખરીદી છે. અગાઉ તેમણે પોતાના ગૃહરાજ્ય વોશિંગ્ટનમાં 16 હજાર એકર જમીન (Farmer Bill Gates) ખરીદી હતી.

હોર્સ હેવન હિલ્સની જમીન 1251 કરોડમાં ખરીદી હતી

તેમાં હોર્સ હેવન હિલ્સની 14500 એકર જમીન સામેલ છે. આ જમીન તેમણે 1251 કરોડ રૂપિયામાં ખરીદી (Farmer Bill Gates) હતી. જે તે સમયે અમેરિકામાં સૌથી મોંઘી જમીનની ખરીદી હતી. કાસ્કેડ ઇન્વેસ્ટમેન્ટે આ મામલે વધુ માહિતી આપી નહીં પણ એટલું કહ્યું કે કંપની સસ્ટેનેબલ ફાર્મિંગને મદદ કરે છે.

આ પણ વાંચોઃ મલેશિયાએ પાકિસ્તાન એરલાઇન્સનું વિમાન જપ્ત કરી લીધું, દેવું ચઢી ગયેલું

નાના ખેડૂતોને મદદની જાહેરાત કરી હતી Farmer Bill Gates news

નોંધનીય છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને 2008માં એક જાહેરાત કરી હતી કે તે આફ્રિકા અને વિશ્વના અન્ય વિકાસશીલ ક્ષેત્રોના નાના ખેડૂતોને પાક વાવવામાં અને તેમની આવક વધારવામાં મદદ માટે 2238 કરોડ રૂપિયાની સહાય કરી રહ્યા છે. જેથી નાના ખેડૂતો ભૂખ અને ગરીબીમાંથી બહાર આવી શકે.

હવે ગેટ્સ દ્વ્રારા આટલા મોટા પાયે જમીન ખરીદી પણ તેમની ઉદારતાનો એક ભાગ હોઇ શકવાની અટકળો થઇ રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9