Gujarat Exclusive > દેશ-વિદેશ > ખેડૂતોએ અમિત શાહનો પ્રસ્તાવ ફગાવી દીધો, કહ્યું- કોઇ શરત મંજૂર નથી

ખેડૂતોએ અમિત શાહનો પ્રસ્તાવ ફગાવી દીધો, કહ્યું- કોઇ શરત મંજૂર નથી

0
40
  • આંદોલનકારી ખેડૂતો બુરાડી ગ્રાઉન્ડ જવા તૈયાર નથી
  • અમિત શાહે 3જી ડિસેમ્બરે મંત્રણાનો પ્રસ્તાવ કર્યો છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહનો શરતી વાતચીતનો પ્રસ્તાવ ફગાવી (Amit Shah vs Farmers) દીધો. સાથે કહ્યું કે કોઇ શરત મંજૂર નથી.

અમિત શાહે ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. જો કે તેના માટે શાહે શરત મૂકી હતી કે ખેડૂતો મંત્રણા કરવા માગતી હોય તો તેમને દિલ્હી-હરિયાણા સરહદ છોડી બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં જવું પડશે.

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન પાછળના 5 ચહેરા, જે મોદી સરકાર માટે બન્યા માથાનો દુખાવો

કૃષિ કાયદાના વિરોધમાં ડટેલા ખેડૂત સંગઠનોએ રવિવારે અમિત શાહનો પ્રસ્તાવ ફગાવતા (Amit Shah vs Farmers)જણાવ્યું કે શાહે મંત્રણા કરવા માટે શરત મૂકી છે, જે તેમને બિલકુલ મંજૂર નથી.

અમિત શાહે વીડિયોમાં અપીલ કરી છે Amit Shah vs Farmers news

નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે એક વીડિયો જારી કરી આંદોલનકારી ખેડૂતોને 3 ડિસોમ્બરે વાતચીત કરવાની ઓફર કરી હતી. શાહ વીડિયોમાં જણાવી રહ્યા છે કે જો ખેડૂતો પહેલાં વાત કરવા માગતા હોય તો તેમણે દિલ્હી-હરિયાણા સીમા પરનો મોરચો છોડી બુરાડી નિરંકારી ગ્રાઉન્ડ પર જવું પડશે.

અગાઉ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ ખેડૂતોને મંત્રણા માટે ઓફર કરી ચૂક્યા છે.

શાહનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂતોએ મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં ભવિષ્યની રણનીતિ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે મંત્રણા માટે બુરાડી ગ્રાઉન્ડ જવાની શરત (Amit Shah vs Farmers)તેઓને સ્વીકાર  નથી.

આ પણ વાંચોઃ સરકાર વાતચીત કરવા માટે તૈયાર, દરેક માંગ પર વિચાર કરશે- અમિત શાહ

કૃષિ કાયદા ઉપરાંત ખેડૂત બિલ સામે પણ વિરોધ

પંજાબ કિસાન યુનિયનના પ્રમુખ રુલ્દૂ સિંહે બેઠક પહેલાં સ્પષ્ટ કરી દીધુ હતું ત્રણેય કૃષિ કાયદા ઉપરાંત ખેડૂત વીજળી સુધારા બિલ 2020 પાછો ખેંચવાની માગ પર અડગ છે. જો સરકાર કૃષિ કાયદા પાછા નહીં ખેંચે છે તો તેણે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે ગેરન્ટી દાયદો લાવવો પડશે.

ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ જણાવ્યું કે અમે વિરોધ પ્રદર્શન માટે એક ખાનગી સ્થળ નિરંકારી ગ્રાઉન્ડ પર નહીં (Amit Shah vs Farmers)જઇએ.

તેના માટેની જગ્યા તો રામલીલા મેદાન જ નક્કી છે. ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ અમારી કોઇ વાત કેન્દ્ર સરકાર સાંભળી રહી નથી.

ખેડૂતો ઠંડીમાં ટ્રેકટર-ટ્રોલીઓમાં રહે છેઃ શાહ

અમિત શાહે કહ્યું હતું કે ઘણા સ્થળોએ ખેડૂતો આ ઠંડીમાં પોતાના ટ્રેક્ટરો અને ટ્રોલીઓમાં રહે છે. ખેડૂતોને અપીલ છે કે તેઓ મોટા મેદાનમાં શિફટ થવા તૈયાર થઇ જાય ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પોલીસ પરવાનગી અપાશે.

નોંધનીય છે કે હજારોની સંખ્યામાં કેડૂતો બુરાડી ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. પરંતુ સિંધુ બોર્ડર પર અત્યારે પણ ઘણા ખેડૂતો અડ્ડો જમાવીને બેઠા છે. તેઓ બુરાડી ગ્રાઉન્ડ જવા તૈયાર (Amit Shah vs Farmers) નથી.

આ પણ વાંચોઃ કૃષિ કાયદા વિરોધ: CM અમરિંદરસિંહ અને મનોહરલાલ ખટ્ટર સામ-સામે

ખેડૂત આંદોલન અંગે રાજકારણ ગરમાયું Amit Shah vs Farmers news

બીજી બાજુ ખેડૂત આંદોલન અંગે ચોમેરથી રાજકારણ પણ શરુ થઇ ગયું છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે પંડાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘ પર આંદોલનને વેગ આપવાનો આરોપ મૂક્યો છે. Amit Shah vs Farmers news

જ્યારે અમરિન્દરે વળતો પ્રહાર કરતા તેમનો ફોન ન ઉઠાવવાની જાહેરાત કરી દીધી. જ્યારે આપ ભાજપ અને પંજાબ સરકાર પર સાંઠગાંઠનો આરોપ મૂક્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9