સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતે પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને સુપર-12 મેચમાં સૌથી વધુ પોઇન્ટ (8 પોઇન્ટ) સાથે ગ્રુપમાં ટોપ રહ્યુ હતુ. ભારતીય ટીમ હવે સેમિ ફાઇનલમાં 10 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે એડિલેડમાં ટકરાશે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારત તરફથી કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે સારી ઇનિંગ રમી હતી જેને કારણે ભારતનો 71 રને વિજય થયો હતો.
Advertisement
Advertisement
મેચની બીજી ઇનિંગમાં જ્યારે ટીમ ઇન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક એવી ઘટના બની જેને સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતુ. રોહિત શર્માનો એક ફેન ફિલ્ડમાં પહોચી ગયો હતો જેને કારણે તેને મોટી કિંમત ચુકવવી પડી છે. રોહિત શર્મા પાસે પહોચીને તે ફેન્સ ભાવુક બની ગયો હતો પરંતુ સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો હતો અને મેદાનની બહાર લઇ ગયા હતા.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ: ઝિમ્બાબ્વેને હરાવીને ગ્રુપ ટૉપર બન્યુ ભારત, સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે
સુરક્ષા ઘેરો તોડવા અને રમતમાં વિઘ્નનના પ્રયાસને કારણે આ ફેન્સ પર સાડા 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આવી ઘટના પ્રથમ વખત નથી બની અને આવુ અવાર નવાર જોવા મળે છે. જોકે, સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ યોગ્ય નથી.
Advertisement