બોલીવૂડની સીનિયર એક્ટ્રેસ શશિકલાનું નિધન થઈ ગયું છે. તે 88 વર્ષના હતા. શશિકલાનું નિધન 4 એપ્રિલે મુંબઈના કોલાબામાં બપોરે 12 વાગે થયો. તેમને 70ના દશકામાં બોલીવૂડની હિરોઈન અને વિલન બંનેની ભૂમિકા નિભાવી હતી.
બોલીવૂડમાં 100થી વધારે ફિલ્મોમાં કામ કરનાર શશિકલાનું આખું નામ શશિકલા જાવલકર હતો. તેમનું જન્મ 4 ઓગસ્ટે સોલાપુરમાં થયો હતો. તેમને પોતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા હતા. જોકે, તેમનું બાળપણ ખુબ જ એશો-આરામથી પ્રસાર થયો હતો. શશિકલાના છ ભાઈ-બહેનો હતા અને તેમના પિતા મોટા બિઝનેસમેન હતા.
આ ફિલ્મોમાં કર્યું હતુ કામ
શશિકલાને બાળપણથી નાચવા-ગાવાનો શોક હતો. તેમના પિતાનો બિઝનેસ ઠપ્પ થયા પછી તે કામની શોધમાં મુંબઈ આવી ગઈ હતી. ત્યાં તેમની મુલાકાત નૂરજહાંથી થઈ હતી. શશિકલાની પ્રથમ ફિલ્મ જીનત હતી, જેને નૂરજહાંના પતિ શૌકત રિઝવીએ બનાવી હતી. તેમને તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમલ, અનુપમામાં પણ કામ કર્યું હતુ.
ફિલ્મોની સાથે-સાથે શશિકલાએ ટીવી સિરીયલમાં પણ કામ કર્યું હતુ. તે ફેમસ સીરિય સોન પરીમાં ફ્રૂટીની બહેનના રોલમાં નજરે પડી હતી. વર્ષ 2007માં તેમને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.