Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેમડેસિવીરના બનાવટી ઈન્જેક્શન વેચાણ કોંભાડના આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર

રેમડેસિવીરના બનાવટી ઈન્જેક્શન વેચાણ કોંભાડના આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર

0
35

ક્રાઈમ બ્રાંચની ટીમે 7 આરોપીને ઝડપ્યા હતા, તપાસમાં 2025 જેટલા jubi-R સ્ટીકર કબજે કર્યા

અમદાવાદઃ અમદાવાદમાં હિટીરો તથા જીબીલેન્ટ કંપનીના ડુપ્લીકેટ રેમડેસિવીર (Fake RemadeSavir scam)વાયલ્સના કાળા બજાર કરી ઉંચા ભાવે વેચતા 6 શખ્સોને ક્રાઈમ બ્રાંચને ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી 133 જેટલા વાયલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી 2025 નંગ jubi-R સ્ટીકર કબજે કર્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 8 મે સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરમાં ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, સનપ્રિત ઉર્ફે સનિ નામનો શખ્સ કોરોનામાં સપડાયેલા દર્દીઓની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઈન્જેક્શનનો ડુપ્લીકેટ જથ્થો રાખીને બજાર કરતા ઉંચાભાવે વેચીને કાળા બજારી કરી રહ્યો છે.

આ શખ્સ આ ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો લઈને જય ઠાકુર નામના વ્યક્તિ પાસેથી ચાંદખેડા, ઝુંડાલ સર્કલ પાસે આવેલ ગાંઠીયારથ પાસે બપોરના સમયે આવવાનો હતો.

આ પણ વાંચોઃ પ્રથમ ગ્રાસે જ મક્ષીકાઃ 18થી વધુની વયના લોકો રસી માટે ખાઇ રહ્યા છે ધક્કા, રજીસ્ટ્રેશનના પણ ફાંફા

20 રેમડેસિવીર ઇંજેક્શન સાથે ધરપકડ

ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને સનપ્રિતને હીટરો કંપનીના 20 નંગ રેમડેસીવીર ઈન્જેક્શન (Fake RemadeSavir scam)સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ પુછપરછ કરતા સનપ્રિત ઉર્ફે સનિ તેના મિત્ર રાજ વોરા જે પાલડી ખાતે રહે છે તેના ઘરે આનો જથ્થો પડ્યો હોવાનું જાણ થતા ક્રાઈમ બ્રાંચે ત્યાં દરોડો પાડતા બનાવટી 10 વાયલ્સ મળી અવ્યા હતા.

પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, નરોડા ખાતે રહેતો નિતેષ જોષી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ હોટલ હયાત ખાતે રોકાયો છે અને ત્યાંથી આ જથ્થો લાવ્યો હતો. જેથી પોલીસે ત્યાં હોટલમાં દરોડો પાડતા નિતેષ જોષી તેના મિત્ર શક્તિસિંહ રાવત બંન્નેની બેગમાંથી હીટીરો કંપનીના 103 રેમડેસીવીર ઈન્ડજેક્શન મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આ કામમાં સપડાયેલા 8 લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને 6 લોકોની ધરપકડ કરી હતી બાદમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ક્રાઇમ ડીસીપી ચૈતન્ય આર મંડલિકે જણાવ્યું હતું કે, વિવેક અને દિશાન્ત ફાર્મા કંપની પાસેથી સેપ્ટ્રીયાઝોન સલ્બેકટમ ઇન્જેક્શન 2880 તથા પીપરાસિલિન ટેઝોબેકટમ ઇન્જેક્શન 2204 મળી કુલ 5084 મેળવી તેના સ્ટીકર કાઢી નાખતા હતા.

Hetero તથા Jubi-R કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર

પકડાયેલો આરોપી નિતેષ જોશી મારફતે તેના મિત્ર પારીલ પટેલની રાયપુર ખાતે આવેલી પ્રિન્ટ વેલ ઓફસેટ એન્ડ ગ્રાફિક્સ નામની પ્રિન્ટિંગ છાપેલા Hetero તથા Jubi-R કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરો લગાવ્યા હતા. તેવા 1000 ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચાણ કર્યા હતા. આરોપીની પ્રિન્ટિંગ પ્રેશમાં 2025 નંગ સ્ટીકર મળી આવ્યા હતા. જે લોકોએ આ કંપનીના ઇન્જેક્શન (Fake RemadeSavir scam)બહાર થી ખરીદી કરી હોય તેમને કોરોનાના દર્દી ને આપવા નહિ અને ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન

ડુપ્લીકેટ ઇન્જેક્શનના સડયંત્રમાં આ આરોપીઓ પકડાયા

સાબરમતી ખાતે રહેતો જય ઉર્ફે રાજેન્દ્રસીંગ ઠાકુર, ન્યુ રાણીપ ખાતે રહેતો સનપ્રિત ઉર્ફે સનિ વીરઘી, પાલડી ખાતે રહેતો રાજ વોરા, નરોડા ખાતે રહેતા નિતેષ જોષી, કોચરબ ગામ ખાતે રહેતા શક્તિસિંહ રાવત, વડોદરા ખાતે રહેતો દિશાંત માલવીયા, પાલડી ખાતે રહેતો પારીલ પટેલ તથા વડોદરા ખાતે રહેતો વિવેક મહેશ્વરી તથા નિતેષ જોષીનીએ ભેગા થઈને આખુ સડયંત્ર રચ્યું હતુ. જે કે ક્રાઈમ બ્રાંચની ટીમે આ સડયંત્રનો પર્દાફાશ કરીને 7 લોકોની ધરપકડ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat