Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > અહો આશ્ચર્યમ: નર્મદાના દંપતીએ કોરોના વેક્સિન લીધી ન હોવા છતાં રજીસ્ટ્રેશન થયું!!

અહો આશ્ચર્યમ: નર્મદાના દંપતીએ કોરોના વેક્સિન લીધી ન હોવા છતાં રજીસ્ટ્રેશન થયું!!

0
59
  • નર્મદા જિલ્લામા કોરોના સામે કાગળ ઉપર યુદ્ધ!!!

  • કોરોના વેક્સિન લીધાં વગરજ સર્ટિફિકકેટ બની ગયા

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઊંચો ઊઠી રહ્યો છે. એક તરફ કોરોનાને નાથવા આરોગ્ય વિભાગ કોવિડ ટેસ્ટની સંખ્યા વધારી રહ્યુ છે અને 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વિરોધી વેક્સિનની કામગીરી કરી રહ્યું છે. ત્યારે એક વૃદ્ધ દંપતીએ કોરોના વેક્સિન લીધી ન હોવા છતાં એમનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.

રાજપીપળાના માછીવાડમા રહેતા અને હરવા-ફરવામા અશક્ત એવા 71 વર્ષીય માછી રતનભાઈ અને તેમની પત્ની ભીખીબેન ઉ.વ 66 ના કોરોનાની કોવિશિલ્ડ રસીકરણના સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થઈ જતા તેઓ આશ્ચર્યમા મુકાયા છે. નર્મદા જિલ્લાનું આરોગ્ય વિભાગ છબરડાઓને કારણે સતત ચર્ચામા રહે છે, હાલ એવી હકીકત સામે આવી છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા માછીવાડમા રહેતા અને નિવૃત જીવન ગુજારતા વયોવૃદ્ધ દંપતી રતનભાઈ માછી અને તેમની પત્ની ભીખીબેને પોતે કોરોના વિરોધી કોઈ પણ જાતની રસી લીધી ના હોવા છતાં તેમના નામ કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ ગત તારીખ 26 માર્ચ 2021 ના રોજ લીધો હોવાના પ્રમાણપત્ર ઓનલાઈન થઈ ગયા હોવાનું બહાર આવવા પામ્યું છે.

આ સમગ્ર ધુપ્પલનો ઘટસ્ફોટ ત્યારે થયું કે જ્યારે તેમના પુત્ર દિનેશભાઈ રતનભાઈ માછીએ પોતે બે વખત કોરોના વેક્સીન લીધા બાદ પોતાનું સર્ટી ડાઉનલોડ કરવા ગયા હતા.તેઓ જ્યારે પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ગયા તો તેમના માતા-પિતાનું પણ પ્રમાણપત્ર લાભાર્થી સંખ્યા સાથે ડાઉનલોડ થયું હતું.એ વાંચીને તેઓ અચંબો પામી ગયાં હતાં કારણ કે એમના માતા પિતાએ રસી લીધી જ નથી એ હકીકત તેઓ પોતે જાણતા હતા.

રાજપીપળા શહેરના માછીવાડ વિસ્તારની અન્ય એક મહિલાના ઘરે પણ કોરોના વેક્સીન ન ડોઝ લીધાં હોવા છતાં રસી મુકાઈ ગઈ હોવાનું સર્ટીફિકેટ ટપાલ મારફત આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે હવે આ બાબતે નર્મદા આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યાં હતાં અને સંભવત માનવીય ભૂલ થઈ હોવાનું રાગ અલાપવા માંડયા હતાં.આવનારા દિવસોમા આવા બોગસ સર્ટીના કેટલા કિસ્સા બહાર આવે છે એ જોવું રહ્યું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat