Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વસ્ત્રાપુરમાં ચાલતા નકલી માર્કશીટ રેકેટનો પર્દાફાશ, પોલીસે ડેકોય ગોઠવી બેને ઝડપ્યા: એક ફરાર

વસ્ત્રાપુરમાં ચાલતા નકલી માર્કશીટ રેકેટનો પર્દાફાશ, પોલીસે ડેકોય ગોઠવી બેને ઝડપ્યા: એક ફરાર

0
264

અમદાવાદ: વસ્ત્રાપુરના બોડકદેવ ખાતે રામઝરૂખા એપાર્ટમેન્ટમાં ચાલતાં નકલી માર્કશીટ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. વસ્ત્રાપુર પીઆઈ સહિતની ટીમે ડેકોય ગોઠવી બનાવટી ગ્રાહકને માર્કશીટ લેવા મોકલતાં આરોપીઓ પોલીસની શિકારી જાળમાં ફસાઈ ગયા હતા. ગુ.યુનિ.ની ગ્રેજ્યુએશનની માર્કશીટ આરોપીઓ રૂ.10 લાખ અને મદ્રાસ.યુનિ.ની મિકે.એન્જીની માર્કશીટ આરોપીઓ રૂ.3 લાખમાં વેચતા હતા.

આ ઉપરાંત આરોપીઓ વિદેશ જવા માટે જરૂરી માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન,ટ્રાન્સક્રિપટ અને વિઝનલ સર્ટિફીકેટ પણ તૈયાર કરીને આપતા હતા. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ચિંતન પટેલ ફરાર છે.

આરોપીઓએ આવી અત્યાર સુધીમાં કેટલી માર્કશીટ બનાવી અને કેટલા લોકોને વેચી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરત પોલીસેે કર્યો ષડયંત્રનો કર્યો પર્દાફાશઃ ખાતામાંથી કરોડો ઉપાડી લેનારાઓની ધરપકડ

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગોવિંદભાઈ નરશીભાઈને બાતમી મળી હતી કે, બોડકદેવના રામઝરૂખા એપાર્ટમેન્ટમાં રેહતો પ્રજેશ જાની અને ચિંતન પટેલ જુદી જુદી યુનીવર્સીટીની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી વેચાણ કરે છે.

બાતમીના પગલે પીઆઈ વાય.બી.જાડેજાએ એસીપી એ ડીવીઝન એમ.એ.પટેલ સાથે ચર્ચા કરીને નકલી માર્કશીટનું રેકેટ ઝડપી લેવા ડેકોય ગોઠવવાનું આયોજન થયું હતું.

સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલને ગ્રાહક બનાવી

પીઆઈ જાડેજાએ મહિલા કોન્સ્ટેબલ રેણુકા મુલજીભાઈને આરોપી પાસે ગ્રાહકના સ્વાંગમાં માર્કશીટ ખરીદવા તૈયાર કરી હતી. જે મુજબ રેણુકાએ આરોપીનો મોબાઈલથી સંપર્ક કરી વિદેશ જવા ગુ.યુનિ.ની ગ્રેજ્યુએશનની માર્કશીટ બનાવી આપવા કહ્યું હતું.

રૂ.10 લાખ થશે

ફોન પર આરોપી ચિંતને રેણુકાને જણાવ્યું કે, ગુ.યુનિ.ની ત્રણ વર્ષની ગ્રેજ્યુએશનની મારક્ષિતના રૂ.10 લાખ થશે પણ તમારે વિદેશ જવા માટે જરૂર હોય તો હું તમને રૂ.3 લાખમાં મદ્રાસ યુનિ.ની મિકેનિકલ એન્જીયરિંગ ડિપ્લોમાની સેમેસ્ટરની માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન, ટ્રાન્સક્રિપટ અને વિઝનલ સર્ટિફીકેટ પણ બનાવી આપીશ.

રેણુકાએ ફોન પર હા પાડતા આરોપીએ જણાવ્યું કે, તમને વ્હોટ એપ પર પ્રજેશ જાની મેસેજ કરી જે માહિતી માગે તે મોકલી આપશો. તમારા સર્ટી. તમને 15થી 20 દિવસમાં મળી જશે.

ત્રણ દિવસ બાદ પ્રજેશનો મેસેજ આવ્યો

ગત તા.30મી જુલાઈના રોજ પ્રજેશએ બપોરે મેસેજ કરી રેણુકા પાસે નામ,માતા-પિતાનું નામ, જન્મ તારીખ અને અત્યાર સુધીના અભ્યાસની વિગત માંગી હતી.રેણુકાએ તમાસમ વિગત મોકલી આપતા પ્રજેશે જણાવ્યું કે થોડા દિવસમાં માર્કશીટ આવી જશે તમે પૈસા તૈયાર રાખજો.

 32 દિવસ બાદ 1,સપ્ટેમ્બરએ પ્રજેશએ ફોન કર્યો

32 દિવસ બાદ પ્રજેશએ 1લી સપ્ટેમ્બરના રોજ ફોન કરી રેણુકાને માર્કશીટ તૈયાર થઈ ગયાનો મેસેજ આપી રૂ.3 લાખ આપી રામઝરૂખા એપાર્ટમેન્ટ નીચે આવી જવા જણાવ્યું હતું. રેણુકાએ પૈસાની વ્યવસ્થા માટે એક દિવસનો સમય માંગ્યો હતો.

કોન્સ્ટેબલ રેણુકા પોલીસ સ્ટાફ સાથે પહોંચી

મહિલા કોન્સ્ટેબલ રેણુકા અન્ય સાથી પોલીસ કર્મચારીઓ સાથે માર્કશીટ લેવા પહોંચી હતી. જ્યા આરોપીઓને ડુપ્લિકેટ માર્કશીટ સાથે રંગે હાથ ઝડપયા હતા.

કલ્પેશ અને પ્રજેશ પકડાયા,ચિંતન ફરાર

પોલીસ સ્ટાફમાં જેમને બાતમી મળી હતી તે ગોવિંદભાઈ નરશીભાઈ તેમજ વિશ્વરાજસિંહ હરદેવસિંહ, લાલજીભાઈ ચકાભાઈ, એએસસાઈ ભારતભાઈ દાનાભાઈ, હેકો રામચંદ્ર શાંતારામ,બાબુ સરતાન અને જીતેન્દ્ર જીવા કોન્સ્ટેબલ રેણુકા સાથે સ્થળ પરથી આરોપી પ્રજેશ હિમાંશુ જાની (ઉં,39) રહે, રામઝરૂખા એપાર્ટમેન્ટ,બોડકદેવ અને કલ્પેશ મનુપ્રસાદ પાઠક (ઉં,51) રહે, ઠાકોરનાથ રેસિડેન્સી, નાંદોલ દહેગામની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ઘોડાસરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સોએ વેપારીને બેહોશ કરી લૂંટી લીધા

આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ચિંતન પટેલની શોધખોળ હાથ ધરી હતી.

વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજા સહિતનો સ્ટેઅફ છેલ્લા 35 દિવસથી આ રેકેટના સૂત્રધારોને ઝડપી લેવા મથામણ કરતો હતો. આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 465,467,468,471,475 અને 34 મિજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.