Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘એસિડ એટેક’ પર વીડિયો બનાવીને ફસાયો TikTok સ્ટાર ફૈજલ સિદ્દીકી, મહિલા આયોગ કરશે કાર્યવાહી

‘એસિડ એટેક’ પર વીડિયો બનાવીને ફસાયો TikTok સ્ટાર ફૈજલ સિદ્દીકી, મહિલા આયોગ કરશે કાર્યવાહી

0
749

મુંબઈ: TikTok પર આમ તો અનેક વીડિયો વાયરલ થતા રહે છે, જે લોકોને ખૂબ જ મનોરંજન પૂરૂ પાડે છે, પરંતુ મનોરંજનના નામે કેટલાક લોકો ગુનાખોરીને પણ પ્રોત્સાહન આપે છે. હકીકતમાં તાજેતરમાં ટિકટૉકર ફૈજલ સિદ્દીકી એસિડ એટેક અંગેના પોતાના એક વીડિયોને લઈને મુસીબતમાં મૂકાઈ ગયો છે. તેના એક વીડિયોને લઈને ટ્વીટર પર લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.

તાજેતરમાં જ ફૈજલે પોતાનો નવો વીડિયો બનાવ્યો છે. આરોપ છે કે, આ વીડિયો મારફતે ટીકટૉક સ્ટાર ફૈજલે મહિલાઓ પર એસિડ એટેકને પ્રોત્સાહન આપ્યું છે. ફૈજલ સિદ્દીકી વિરૂદ્ધ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફૈજલનો આ વીડિયો માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સે તેની આલોચના કરી અને અને ફૈજલ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. જે બાદ ટ્વીટર પર #BanTikTok India #AcidAttack #FaizalSiddiqui ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

શું છે વીડિયોમાં?
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ફૈજલ સિદ્દીકી એક યુવતી પર પાણી જેવું કોઈ પ્રવાહી ફેંકે છે. જે વિશે વીડિયોમાં કહેવામાં આવે છે કે, તે એસિડ છે. તે પહેલા યુવતીને ધમકી આપી છે અને પછી આ પ્રવાહી તેના પર રેડી દે છે. વીડિયોના બીજા સીનમાં જ યુવતીનો ચહેર ખરાબ થઈ જાય છે.

બીજી તરફ આ વીડિયો જોયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, તેઓ આ કેસને પોલીસ અને ટિકટૉક ઈન્ડિયા સુધી લઈ જશે.

કોણ છે ફૈજલ સિદ્દીકી
જણાવી દઈએ કે, ફૈજલ TikTok પર પોપ્યુલર સ્ટાર છે અને તેના 13.5 મિલિયન ફૉલોઅર્સ છે. ફૈજલ સિદ્દીકી ટીમ નવાબના મેમ્બર અને ટીકટૉકર આમિર સિદ્દીકીનો ભાઈ છે.

ફૈજલનો ભાઈ આમિર સિદ્દીકી તાજેતરમાં જ એ સમયે વિવાદમાં સપડાયો હતો, જ્યારે તેણે એક વીડિયો શેર કરીને યુટ્યૂબથી વધારે ટીકટૉકને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. જેના જવાબમાં જાણીતા યૂટ્યૂબર કૈરી મિનાતીએ એક વીડિયો શેર કરીને આમિરને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો. જો કે બાદમાં યુટ્યૂબથી કૈરીના વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

YouTube પરથી વીડિયો ડિલીટ કરવાથી નિરાશ કૈરી મિનાતીએ આખરે તોડી ચુપ્પી