Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > તહેવારો પર કોરોનાની અસર : દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડરમાં ઘટાડો

તહેવારો પર કોરોનાની અસર : દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડરમાં ઘટાડો

0
96
  • નવરાત્રી-દિવાળી જેવાં તહેવારોને લઇને ઉજવણી પર રાજ્ય સરકારનો પ્રતિબંધ
  • દશેરાના દિવસે રાવણદહનની ઉજવણી પર પણ પ્રતિબંધ
  • દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર પણ માઠી અસર (fafda jalebi latest news)

સુરત : હાલમાં નવરાત્રી-દિવાળી જેવા તહેવારોને લઇને રાજ્ય સરકારે ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે કોરોના મહામારીને કારણે નવરાત્રિના ગરબાનું આયોજન બંધ રખાતા અનેક સિંગરોના ધંધા પર માઠી અસર પડી છે. ત્યારે હવે રવિવારના રોજ દશેરા આવશે. ત્યારે એવામાં રાજ્ય સરકારે દશેરાના દિવસે રાવણદહનની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર પણ માઠી અસર પડી છે. મોંઘવારી અને કોરોનાને કારણે વેપારીઓની ઘરાકી પર પણ મોટી અસર પડી છે. સુરતમાં હાલમાં 1 કિલો ગાંઠીયાનો ભાવ 360 રૂપિયા છે. કોરોનાને કારણે ગાંઠીયા-જલેબીનો ઉપાડ પણ શહેરમાં ઓછો જોવા મળી રહ્યો છે. (fafda jalebi latest news)

અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂકાયા બાદ હવે આ દશેરાએ દુકાનોની બહાર એટલે કે જાહેરમાં ફાફડા જલેબી (Fafda-jalebi), ચોળાફળી ખાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોરોનાકાળમાં સરકાર તરફથી એક પછી એક ગાઇડલાઇન આવી રહી છે. સરકારની સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે મીઠાઇ અને ફરસાણ એસોસિએશનને ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપી છે. કોરોના મહામારી સામે સાવચેતી રાખવા દુકાનો પર થતી ભીડને રોકવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરાવવા આ નિર્ણય લેવાયો છે. ટેક અને સિસ્ટમ પર ભાર મૂકાશે.

આ પણ વાંચો: નવરાત્રિના ગરબા બાદ દશેરાએ જાહેરમાં Fafda-jalebi ખાવા પર પ્રતિબંધ

દશેરા પર 400-500 કરોડનો ધંધો (fafda jalebi latest news)

ફરસાણ (Fafda-jalebi) વેપારી એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું કે દર વર્ષે દશેરા પર ગુજરાતમાં લોકો 400થી 500 કરોડના ફાફડા-જલેબી અને ચોળાફળી આરોગી જતા હતા. પરંતુ આ વખતે કોરોનાકાળ અને નિયમો ઉપરાંત આર્થિક તંગીને કારણે ધંધો 200 કરોડની આસપાસ રહેવાની આશંકા છે. કોરોનાના ડરથી ઘણા લોકો બહાર નીકળવાના નથી. સાથે મોંઘવારી અને અન્ય આર્થિક પરિબળોને લીધે ઘરાકી ઓછી રહી શકે છે. તેથી 50 ટકા ધંધો થાય તેવી શક્યતા નથી.

એસોસિએશનના પ્રમુખે કહ્યું કે પેકિંગ ઝડપી બનાવવા 250-500 ગ્રામના પેકિંગ પર ભાર મૂકાઇ રહ્યો છે. જેથી કરીને દુકાને આવનારા ગ્રાહકોને લાઇનમાં વધુ સમય ઉભા રહેવાની જરુર નહીં પડે. ઉપરાંત દુકાનમાં સ્ટાફને ગ્લોવ્ઝ અને માસ્ક પહેરવાની તાકીદ કરી દેવાઇ છે.

આ પણ વાંચો: નવસારીની 28 વર્ષીય નર્સે કેમ આપઘાત કર્યો? સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારું કારણ

દશેરાએ ફાફડા-જલેબીનું શા માટે મહત્વ (fafda jalebi latest news)

દશેરાએ ફાફડા-ચોરાફળી (Fafda-jalebi)શા માટે ખવાય છે તે અંગે મીઠાઇ-ફરસાણ એસોસિએશને જણાવ્યું કે નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ પછી લોકોને પહેલાં જ દિવસે એવો ખોરાક આરોગવો પડે જેથી તેમને તકલીફ ન પડે. આ માટે આપણા પૂર્વજોએ ચણાનાં લોટની વાનગી આરોગીને ઉપવાસ તોડવાની પરંપરા બનાવી હતી. જે સમય જતાં ઘરને બદલે દશેરાએ ફરસાણ (Fafda-jalebi)ની દુકાનોમાં ફાફડા અને ચોરાફળી લાવી ખાવામાં ફેરવાઇ ગઇ. (fafda jalebi latest news)

આ પણ વાંચો: કોરોનાને કારણે ડુંગળી-બટાકાના ભાવ આસમાને, જાણો કેટલાં રૂપિયે કિલો વેચાણ