Gujarat Exclusive > રાજનીતિ > કેગના રિપોર્ટે ફડણવીસની મુશ્કેલી વધારી, શિવસેના-NCPએ કર્યા પ્રહાર

કેગના રિપોર્ટે ફડણવીસની મુશ્કેલી વધારી, શિવસેના-NCPએ કર્યા પ્રહાર

0
211

બુધવારે પ્રકાશિત થયેલ કેગ રિપોર્ટે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલી વધારી છે. રિપોર્ટ મુજબ, નવી મુંબઈ મેટ્રો યોજના અને નવી મુંબઈ એરપોર્ટ યોજનાના નિર્માણ કાર્યમાં ભારે અનિયમિતતા મળી છે. જોકે ફડણવીસે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને યોજના આંતરરાષ્ટ્રીય સ્તરની છે તેથી તેના કોન્ટ્રાક્ટ માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓને આમંત્રણ આપવું જરૂરી હતું. કેગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમાચારમાં આ યોજના માટે કોઈ પણ જાહેરાત આપવામાં આવી ના હતી. આ યોજનાઓ શહરી વિભાગ હેઠળ આવે છે.

પૂર્વ મુખ્યમંત્રી પાસે શહેરી વિભાગ હતો. રસ્તાઓ પણ શહેરી વિભાગ હેઠળ આવે છે. હવે પ્રશ્ન એ છે કે, કોને લાભ પહોંચાડવા માટે નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેગની રિપોર્ટમાં વધુ કેટલીક ટેક્નિકી ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી ઘોટાળાની આશંકાથી ઈનકાર કરી શકાતો નથી.

NCP અને શિવસેના BJP પર કર્યો પ્રહાર

કેગની રિપોર્ટ પછી પૂર્વ મુખ્યમંત્રી પર જ્યાં સત્તા પક્ષ આક્રમક દેખાઈ રહી છે ત્યાં જ BJP બચાવમાં ઉતરી આવી છે. આ 5 વાતો રિપોર્ટમાં સામે આવી છે.

1) નવી મુંબઈ મેટ્રો યોજનામાં 10 કોન્ટ્રાક્ટરોને ટેન્ડર બહાર પાડ્યા વગર 50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.
2) 430 કરોડનો કોન્ટ્રાક્ટ જે 10 કંપનીઓને આપવામાં આવ્યા હતા તેમને જ 69 કરોડનો વધુ કોન્ટ્રાક્ટ
3) કુલ 6 અનુભવ વગરના કોન્ટ્રાકટરોને 809 કરોડના કોન્ટ્રાક્ટ
4) GPL અને CSJ/GVK કંપનીએ સાંઠગાંઠ કરીને કોન્ટ્રાક્ટ લીધા. તેણે ક્રમશ: 592 અને 626 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ લીધા. કેગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વ્યવસ્થિત ટેન્ડર લાવવામાં આવ્યો હોત તો, યોગ્ય સ્પર્ધા થઈ શકી હોત.
5) યોજનાના નિર્માણ કાર્ય માટે વિજળી પૂડી પાડનાર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં પણ ગેરવર્તણૂંક થઈ છે. કંપનીને નક્કી કરેલ કિંમતથી 7 ટકા વધારે કિંમત આપવામાં આવી હતી.

ફડણવીસે આરોપોને ફગાવ્યા

ફડણવીસે જણાવ્યુ કે, સિડકો સંપૂર્ણ રીતે સ્વતંત્ર સંસ્થા છે, બધા કાર્યો બોર્ડના નિર્ણય મુજય થાય છે, તે કાર્યોને મુખ્યમંત્રી કાર્યલયથી કોઈ લેવા નથી હોતા.

કેગની આપત્તિ પર પબ્લિક અકાઉન્ટ કમિટી સમક્ષ રજૂ થશે. સિડકોના અધિકારીઓને ત્યાં જવાબ આપીને PACના સભ્યોને સંતુષ્ટ કરવું પડશે, નહીં તો અનિયમિતતા કરનાર અધિકારીઓ પર કાર્યવાહી થશે. ફડણવીસે કેગની રિપોર્ટનો કેટલાક ભાગને લીક થવા પર નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યુ કે, જાણીજોઈને કેટલાક લોકોએ આવું કર્યુ છે.

મુસ્લિમ અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં મતભેદ, ભાજપ નેતાના નિવેદનથી NCPની ચિંતા વધી