નવી દિલ્હી: ફેસબુકના ડેટા લીકનો મામલો ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. ફેસબુકનો ઉપયોગ કરનારા વિશ્વભરના 100 દેશોના લગભગ 53 કરોડથી વધુ લોકોનો ડેટા ઓનલાઈન લીક થયો છે. શનિવારે 50 કરોડથી વધુ લોકોના ફોન નંબર અને અંગત ડેટાના હેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ફેસબુકે આ ડેટા લીકને 2019 પહેલાનો ગણાવ્યો છે. Facebook Data Leak
સાઈબર ક્રાઈમ ઈન્ટેલિજન્સ ફર્મના ચીફ ટેક્નિકલ ઑફિસર એલોન ગાલે કહ્યું છે કે, 533,000,000 યુઝર્સના ડેટા લીક થઈ ગયા હતા. આ બાબતની તેમણે આકરી ટીકા કરી હતી અને ફેસબુક પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. જેઓ અર્થ એ થયો કે, જો તમારું ફેસબુકમાં એકાઉન્ટ છે, તો તમારો ફોન નંબર લીક થઈ ગયો છે.
લીક થયેલા ડેટામાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝૂકરબર્કનો ફોન નંબર પણ સામેલ છે. આ સાથે જ મળેલી જાણકારી પ્રમાણે, તેમાં 60 લાખ ભારતીયોના ડેટા પણ સામેલ છે. એક રિપોર્ટ મુજબ, 3.2 કરોડ અમેરિકન, 2 કરોડ ફ્રાન્સના એકાઉન્ટ હૈક થયા છે. આ લીક ડેટામાં ફોન નંબર, પૂરુ નામ, જન્મ તારીખ, રિલેશનશિપ સ્ટેટસ જેવી તમામ વિગતો સામેલ છે. Facebook Data Leak
આ પણ વાંચો: રાજકોટમાં અનોખી પહેલ, કોરોના વિરોધી રસી લો અને સોનાના દાગીનાની ગિફ્ટ મેળવો Facebook Data Leak
જો કે ફેસબુકે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, લીક થયેલ તમામ ડેટા 2019 પહેલાનો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ડેટા લીક થયા બાદ બધુ સિક્યોર કરી લેવામાં આવ્યું હતું. જો કે એક્સપર્ટના જણાવ્યા મુજબ, જૂના ડેટાથી હેકર્સ યુઝર્સને નુક્સાન પહોંચાડી શકે છે. Facebook Data Leak
જણાવી દઈએ કે, ફેસબુકના ડેટા લીક થવાનો આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ ફેસબુકના ડેટાલીકના સમાચારો સામે આવતા રહ્યા છે. 2016માં બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા પર લાખો ફેસબુક યુઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકા રાજકીય સલાહ આપવાનું પણ કામ કરે છે.