નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર જેટલી સરળતાથી અને ઝડપી માહિતી વ્યાપક સ્તરે પ્રસારિત થાય છે, ત્યારે આ માહિતીની સચ્ચાઈ પર પણ એટલા જ સવાલો ઉઠે છે. આજના સમયે સોશિયલ મીડિયામાં દરરોજ અનેક પ્રકારના ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાતી રહે છે. એવામાં સાચા સમાચારોની ઓળખ કરવી ખૂબ જ આવશ્યક છે. Facebook Users
આ પ્રકારના ફેક ન્યૂઝ અને અફવાઓ પર રોક લગાવવા માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોત-પોતાના સ્તરે ટેક્નિકલ સુધારાની સાથે સબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે પણ પોતાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાને લઈને 300 યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. Facebook Users
ફેસબુકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ગત એક વર્ષની અંદર પોતાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા 300થી વધુ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં પત્ર લખીને આવું ના કરવા ચેતવણી આપવી, ખાતું બંધ કરવા, કેસ દાખલ કરવા અથવા હોસ્ટિંગ પ્રોવાઈડરને તેમને હટાવવા માટે મદદનો આગ્રહ કરવા વગેરે સામેલ છે.
આ પણ વાંચો: હવે પાણીમાં પણ કોરોના, મુંબઈ બાદ લખનઉના સીવેજ વૉટરમાંથી વાઈરસ મળ્યો Facebook Users
સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે કહ્યું કે, કંપનીએ ડેટા સ્ક્રેપિંગ પર આક્રામક વલણ દાખવ્યું છે. જો અમને ફેસબુક ડેટાવાળા સ્ક્રેપ કરેલા ડેટાસેટ મળે છે, તો તેને હટાવવા અને જવાબદાર લોકો સુધી પહોંચવા માટે કોઈ ચોક્કસ વિકલ્પ નથી, પરંતુ અમે કાર્યવાહી તો કરી શકીએ છીએ.
જણાવી દઈએ કે, તાજેતરમાં એક કેસમાં ફેસબુકે એક ઑપરેટર સર્વિસને લઈને સમજૂતિ કરી છે. જેણે Massroot8 નામની કંપનીની શરતોનો ભંગ કર્યો છે. ફેસબુકે કહ્યું કે, અમે ફેસબુક કે ઈન્સ્ટાગ્રામથી ઑપરેટર અને તેના તરફથી કામ કરવાવાળા વ્યક્તિને કાયમી સસ્પેન્ડ કરી દીધા. Facebook Users