Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સાળાની પત્ની સાથે નણદોઈના પ્રેમપ્રકરણથી ભાઈ બહેનનો સંસાર તૂટ્યો

સાળાની પત્ની સાથે નણદોઈના પ્રેમપ્રકરણથી ભાઈ બહેનનો સંસાર તૂટ્યો

0
421

નણદોઈ સાથે લગ્ન કરી ભાભીએ નણંદનું ઘર તોડ્યું, પતિએ કહ્યું ‘તેરે સે તો તેરી ભાભી અચ્છી હૈ’

અમદાવાદ: શહેરના બાપુનગરના હસનનગરમાં સાળાની પત્ની સાથે નણદોઈના પ્રેમપ્રકરણથી ભાઈ-બહેનનો સંસાર તૂટ્યો હતો. નણદોઈએ પત્નીની ભાભી સાથે બીજા લગ્ન કરી લીધા અને પત્નીને ઓફર આપી કે, “તેરે સે અચ્છી તેરી ભાભી હૈ” તારે રહેવું હોય તો તારી ભાભી સાથે રહેવું પડશે. પતિ સહિતના સાસરિયાંઓના ત્રાસથી મહિલા પિતાએ અપાવેલા ફ્લેટમાં સંતાન સાથે રહે છે. પતિ તે ફ્લેટ ખાલી કરવા માટે દબાણ કરી રહ્યો છે. બીજી તરફ સાસુ સસરા સહિતના લોકો દહેજની માંગણી કરતા અને ત્રાસ આપતા હતા. આખરે મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં આરોપી સાસરિયાં અને ભાભી વિરુદ્ધ ફરિયાદ કરી છે.

સુરત રાંદેરમાં રહેતી હસીનાના લગ્ન શાહબાઝ સાથે 2012માં થયા હતા. લગ્ન બાદ સાસરિયાં દહેજ અંગે હસીનાને ત્રાસ આપતા હતા. લગ્નના એક વર્ષ બાદ હસીનાનો પતિ શાહબાઝ તેના સાળાની પત્ની સાથે વધુ પડતી વાતચીત કરતો અને આકર્ષાયો હતો. આ બાબતે હસીનાના ભાઈને જાણ થતાં તેણે પત્નીથી છૂટાછેડા લઈ લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે યતીન ઓઝાને દોષિત જાહેર કર્યા, બુધવારે સજા સંભળાવશે

પતિ હસીનાને કહેતો તેરે સે અચ્છી તેરી ભાભી હૈ, તેમ કહી હસીનાને ત્રાસ આપતો હતો. સાસુ સસરા સહિતના લોકો તું ભિખારી કી લડકી હૈં, તેમ કહી પતિ જોડે માર ખવડાવતા હતા. હસીનાના પતિએ ફ્લેટ લેવા પિયરમાંથી પૈસા લાવવા દબાણ કર્યું હતું. હસીનાએ ના પાડતા પતિએ મારઝૂડ કરી હતી.

હસીનાના પિતાએ પુત્રીનો ઘરસંસાર ટકે તે માટે એક ફ્લેટ લઈ આપ્યો જે પતિએ પોતાના નામે કરાવ્યો હતો. જેના હપ્તા પણ હસીનાના પિતાએ ભર્યા હતા. ગત 2018ની સાલમાં પતિ શાહબાઝ હસીનાને પિયરમા મૂકી આવ્યો હતો. હસીનાને લઈ જવા તેના પિતાએ વેવાઈને ફોન કરતા તેઓએ રૂ.15 લાખની માંગણી કરી હતી.

આ પણ વાંચો: Land broker શિશિર દલાલ સામે 4 લાખની છેતરપિંડીની ફરિયાદ

સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા સાસરિયાં હસીનાને સાસરીમાં લઇ ગયા હતા. હસીનાને જાણવા મળ્યું કે, ભાઈએ ભાભીને છૂટાછેડા આપ્યા બાદ પતિએ બીજા લગ્ન તેની ભાભી સાથે કર્યા છે. હસીનાની ગેરહાજરીમા બીજી પત્નીને પતિ સાસરીમાં રાખતો હતો. આ બાબતે પતિ સાથે વાત કરતા તેને હસીનાને બીજી પત્ની જોડે રહેવા દબાણ કર્યું હતું. પતિ સહિતના સાસરિયાંના ત્રાસથી કંટાળી હસીના તેના પિતાએ અપાવેલા ફ્લેટમાં રહેવા ગઈ હતી. જે ફ્લેટ ખાલી કરવા પણ પતિ દબાણ કરતો હતો.

(પાત્રોના નામ બદલ્યા છે)